Cuttack,તા.10
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ફાસ્ટ બોલર હર્ષિત રાણા પર ગુસ્સો થયો હતો.કટકમાં ઈંગ્લેન્ડ સામેની બીજી વનડે દરમિયાન હર્ષિતે આક્રમકતામાં બોલ ફેંકીને ચાર ઓવરથ્રો રન આપ્યા હતા. “તારું મગજ ક્યાં છે?” કહેતા રોહિતે હર્ષિત પર ગુસ્સો થયો અને બૂમો પાડી.આ ઘટના ઈંગ્લેન્ડની ઈનિંગની 32મી ઓવરમાં બની હતી.