Ahmedabadતા.11
સીજી રોડ પરના સુપર મોલની શોપના ત્રણ કર્મચારી સેમ્પલની 200 ચેઇન અને 200 લકી લઈને પાલનપુર જઈ રહ્યા હતા ત્યારે બેઝમેન્ટમાં તેમની ગાડી પાસે જ ત્રણ લૂંટારુએ આંખમાં મરચાંની ભૂકી નાખી દાગીના લૂંટવા પ્રયાસ કર્યો હતો.
જોકે એક કર્મચારી ગાડીમાં બેસી ગયો હતો અને જીપ અંદરથી લોક કરીને હોર્ન મારવાનું શરૂ કરી દેતા લોકો ભેગા થઈ જતા લૂંટારુઓએ ખાલી હાથે ભાગવાનો વારો આવ્યો હતો.
સુપર માલના સીસીટીવી કેમેરામાં 3 લૂંટારુ અને તેઓ જે ઈકોમાં ભાગ્યા હતા તેની તસવીરો કેદ થઈ હતી. જોકે તેમણે નંબર પ્લેટ પર સફેદ કલર કરી દીધો હતો. જોકે પોલીસે સીસીટીવીના આધારે તે કારને ટ્રેક કરી લીધી છે.