New Delhi,તા.7
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વધતા જતા માર્ગ અકસ્માત અને જાનહાની માટે સિવીલ એન્જીનીયરો અને સલાહકારો દ્વારા તૈયાર કરાયેલી ખામીયુકત વિસ્તૃત પરિયોજના રિપોર્ટ (ડીપીઆર) અને માર્ગ ડિઝાઈનને જવાબદાર ઠેરવી છે.
તેમણે ગઈકાલે ગ્લોબલ રોડ ઈન્ફ્રાટેક સમિટ એન્ડ એકસ્પો (જીઆરઆઈએસ)ને સંબોધન કરતા માર્ગ સુરક્ષા ઉપાયોમાં તત્કાલ સુધારાની જરૂરિયાત દર્શાવી હતી.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીએ કહ્યું હતું કે, દેશમાં મોટાભાગની માર્ગ દુઘર્ટનાઓ લોકોની નાની-મોટી ભૂલો ખામી યુકત ડીઆરના કારણે થાય છે અને તેના માટે કોઈને જવાબદાર ન ઠેરવી શકાય. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં સૌથી ખરાબ ગુણવતાવાળી ડીપીઆર બનાવવામાં આવે છે.
સ્પેન ઓસ્ટ્રિયાથી શીખવાની જરૂરીયાત: ગડકરીએ જણાવ્યું હતું કે ભારતમાં માર્ગ પર નિર્દેષ-પટ્ટિકા અને ચિન્હ પ્રણાલી જેવી નાની નાની વસ્તુઓ પણ ખૂબ જ ખરાબ છે આપણે સ્પેન, ઓસ્ટ્રિયા અને સ્વીટઝરલેન્ડ જેવા દેશો પાસેથી શીખવાની જરૂરત છે.
તેમણે સડક નિર્માણ ઉદ્યોગ પાસેથી નવી ટેકનોલોજીઓ અને ટકાઉ નિર્માણ સામગ્રીને અપનાવીને સુરક્ષા વધારવા માટે રણનીતિ વિકસીત કરવાનું આહવાન કર્યુ હતું.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ભારતમાં 2023 માં માર્ગ દુઘર્ટનાઓમાં એક લાખ 80 હજાર લોકોના જીવ ગયા છે.આ તકે આંતર રાષ્ટ્રીય માર્ગ મહાસંઘના માનદ અધ્યક્ષ કે.કે.કપિલાએ જણાવ્યું હતુંકે માર્ગ ડીઝાઈન નિર્માણ અને વ્યવસ્થાના દરેક પાસામાં સુરક્ષાને પ્રાથમિકતા આપીને આ સંમેલન એક એવા ભવિષ્ય તરફ આગળ વધવા માગે છે. જયાં માર્ગ દુર્ઘટનાઓ દુર્લભ થઈ જાય અને શુન્ય મૃત્યુ દર રાખવામાં આવે.