બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા થોડાં દિવસો પહેલાં માતા બની છે, રિચાએ દીકરીને જન્મ આપ્યો છે
Mumbai, તા.૨૪
બોલિવૂડમાં આ દિવસોમાં અનેક એક્ટ્રેસ માતા બની છે. કોઇનાં ઘરે દીકરી તો કોઇનાં ઘરે દીકરાનો જન્મ થયો છે. એમાંથી એક ફુકરેની એક્ટ્રેસ રિચા ચઢ્ઢાનું નામ પણ આમાં શામેલ છે. એક્ટ્રેસ દીકરીની માતા બની છે અને હાલમાં મસ્ત પળને એન્જોય કરી રહી છે. જો કે અત્યાર સુધીમાં દીકરીની ઝલક શેર કરી નથી. લેટેસ્ટમાં રિચા ચઢ્ઢાએ ગ્લેમરસ મેટરનિટી ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરો પોપ્યુલર કરવા માટે એક્ટ્રેસ આ ખાસ દિવસની પસંદગી કરી છે. ડોટર્સ ડેનાં દિવસે સ્પેશયલ મેસેજની સાથે ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરોમાં રિચા ચઢ્ઢાનો બિલકુલ અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. રિચા ચઢ્ઢાએ આ ખૂબસુરત તસવીરો પોસ્ટ કરતાં એક મસ્ત કેપ્શન પણ લખ્યું છે. કેપ્શનમાં એક્ટ્રેસે લખ્યું છે કે, માયા એન્જેલોને કહ્યું, મારી માતાએ મારી ચારેબાજુ એનાં સુરક્ષાત્મક પ્રેમ વિખેર્યો અને લોકોને કેમ લાગવાં લાગ્યું કે આ મારું મુલ્ય છે. મારા માટે હંમેશા તારું મુલ્ય રહેશે. નાની છોકરી. આ તસવીરોમાં ગર્ભાવસ્થાનાં નવમાં મહિનામાં હર્ષે લીધી છે. મારા શરીર પર પવિત્ર જ્યામિતિ પ્રતિકો દોરવામાં આવ્યા છે. મારી નાભિ પર જીવનનું ફૂલ અને મારી છાતી પર દિવ્ય સ્ત્રીનું પ્રતીક છે. મને એ સમયે જાણ નહોતી કે મારી એક દીકરી હશે. મહિલા બ્રહ્માંડનાં પવિત્ર પાત્ર એની છબિમાં એક બનાવવા માટે પોતાને ક્લોન બનાવે છે.એક્ટ્રેસે આગળ લખ્યું કે, દીકરી દિવસ શુભકામનાઓ નાની દીકરીને. અમે એક દિવસ સાથે આ તસવીરો જોઇશું, જ્યાં તે મારી અંદર પોઝ આપ્યાં હતા અને ખુશીથી ઝુમી ઉઠી હતી. આ અમારા માટે છે. આ તસવીર જોયા પછી ફેન્સ જાતજાતની કોમેન્ટ્સ કરી રહ્યાં છે.ઉલ્લેખનીય છે કે, રિચા ચઢ્ઢા અને અલી ફઝલે વર્ષ ૨૦૧૫માં ડેટિંગની શરૂઆત કરી હતી. વર્ષ ૨૦૧૭માં કપલે એમનાં સંબંધો પુષ્ટિ કરી. આ સાથે અલી ફઝલે ઇન્સ્ટાગ્રામ પર રિચા ચઢ્ઢાની સાથે એક સેલ્ફી પણ શેર કરી હતી. આ સેલ્ફી શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે છે તો છે. આમ, કપલે ૨૦૨૨માં લગ્ન કર્યાં. થોડા સમય પછી પ્રેગનન્સીની ઘોષણા કરી. હવે ફાઇનલી પેરેન્ટ્સ બની ગયા છે.