ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ : ફૂટેજ ભારે વાયરલ
Rajkot,તા.22
રાજકોટમાં કબ્રસ્તાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે. રાજકોટના ભાવનગર રોડ પર આવેલા વોરા કબ્રસ્તાનનો આ વીડિયો છે.જેમાં એક ચોર ચોરી કરતા પહેલા અલ્લાહ પાસે માફી માંગે છે અને ચોરીની ઘટનાને અંજામ આપે છે.
રાજકોટના પટેલ વાડી સામે 16 થંભી, બેડીપરા પાસે ભાવનગર રોડ પર વોરા સમાજનું કબ્રસ્તાન આવેલુ છે. આ કબ્રસ્તાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થયો છે.આ વીડિયોમાં એક ચોર ચોરી છુપી રીતે કબ્રસ્તાનની અંદર આવતો જોવા મળે છે. આ ચોર ચોરીની ઘટનાને અંજામ આપે તે પહેલા અલ્લાહની માફી માંગતો જોવા મળે છે.તે ચોરી કરે તે પહેલા તે અલ્લાહ પાસે માફી માંગે છે અને પછી તે ચોરીની ઘટનાને અંજામ આપે છે.જે ઘટના કબ્રસ્તાનમાં મુકવામાં આવેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.ચોરીની ઘટનાના સીસીટીવી હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યાં છે.સીસીટીવીના આધારે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.પોલીસ સીસીટીવીના આધારે તપાસ કરી રહી છે.હાલ તો આ સીસીટીવી સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યાં છે.