SEBI ના પૂર્વ ચેરમેન માધવીપુરી બુચને રાહત : FIR ની કાર્યવાહી પર હાઈકોર્ટની રોક

Share:

Mumbai,તા.13
શેરબજાર નિયમનકાર સેબીના પૂર્વ ચેરમેન માધવીપુરી બુચ તથા અન્ય સિનિયર અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવાના આદેશ પર મુંબઈ હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. મહારાષ્ટ્ર લાંચ રૂશ્વત વિરોધી વિભાગને મુંબઈ સેશન્સ કોર્ટના આદેશ પર કોઈ કાર્યવાહી નહિં કરવાનો હુકમ કર્યો છે.

શેરબજારમાં ગેરરીતી તથા કોર્પોરેટ ગોટાળાના પ્રકરણમાં મુંબઈ સેસન્સ કોર્ટે માધવીપુરી બુચ તથા સેબી-બીએસઈનાં અન્ય પાંચ અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવા તથા 30 દિવસમાં તપાસમો સ્ટેટસ રિપોર્ટ રજુ કરવા આદેશ કર્યો હતો.

સેબીએ હુકમને હાઈકોર્ટમાં પડકારતાં જસ્ટીસ શિવકુમાર દિગેએ આ સુચના આપી હતી. સોલીસીટર જનરલ તુષાર મહેતા તથા સીનીયર વકીલ અમિત દેસાઈએ અર્જન્ટ હિયરીંગની પીટીશન પ્રક્રિયા ચાલતી હોવાનું જણાવતા આદેશ પર કાર્યવાહી ન કરવાની સુચના આપી હતી. આ પીટીશન પર આવતીકાલે સુનાવણી થશે.

સેબી બીએસઈનાં અધિકારીઓ વતી એવી દલીલ કરવામાં આવી હતી કે માધવીપુરી બુચ સહીતનાં અધિકારીઓનાં જે નામ છે તેઓને કોઈ નોટીસ પણ આપવામાં આવી નથી ત્યારે સીધી જ એફઆઈઆર કરવાનો આદેશ કાનુની રીતે કાયદેસર નથી.

સેબીના પુર્વ ચેરમેન માધવીપુરી બુચ, પૂર્ણ સમયમાં સભ્ય અશ્વિની ભાટીયા, અનંથ નારાયણ તથા કમલેશચંદ્ર તથા બીએસઈનાં ચેરમેન પ્રમોદ અગ્રવાલ અને સીઈઓ સુંદરમ રામમુર્તિએ હાઈકોર્ટમાં વ્યકિતગત અલગ અલગ પીટીશન ફાઈલ કરી છે. મુંબઈ સેસન્સ કોર્ટે આ તમામ સામે એફઆઈઆર નોંધવાનો આદેશ કર્યો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *