New Delhiતા.20
દિલ્હીના નવમાં અને ચોથા મહિલા મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાએ નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય કેબીનેટ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા અને અન્ય મહાનુભાવોની હાજરીમાં શપથ લીધા હતા અને તે સાથે જ રામલીલા મેદાનમાં 26 વર્ષ બાદ પાટનગરમાં સતા પલ્ટાનું સાક્ષી બન્યુ હતું.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી બાદ ગઈકાલે ભાજપના ધારાસભ્ય પક્ષના વડા તરીકે રેખા ગુપ્તાને સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી અને તેમની સાથે અન્ય છ મંત્રીઓ પણ કેબીનેટમાં સામેલ થશે તેવી જાહેરાત કરાઈ હતી.
દિલ્હીમાં પ્રચંડ બહુમતી બાદ ભાજપની સરકાર શાસનમાં આવી છે અને રામલીલા મેદાનમાં આજે ભવ્ય શપથવિધિ સાથે મુખ્યમંત્રી રેખા ગુપ્તાની સાથે નાયબ મુખ્યમંત્રી તરીકે પ્રવેશ વર્માએ શપથ લીધા હતા તેમની સાથે મંત્રીમંડળમાં કેબીનેટ મંત્રી તરીકે આશીષ સુદ મનજીંદરસિંહ સિરસા, રવિન્દ્ર ઈન્દ્રસિંહ, કપીલ મિશ્રા અને પંકજસિંહે પણ શપથ લીધા હતા.
મનજીંદરસિંહે પંજાબીમાં શપથ લીધા હતા જયારે રવિન્દ્ર ઈન્દ્રસિંહે શપથ લીધા બાદ જય શ્રીરામનો નારો લગાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી કેબીનેટને અભિનંદન આપ્યા હતા. કપિલ મિશ્રા અગાઉ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા હવે તેઓ ભાજપ સરકારમાં મંત્રી બન્યા હતા.