માતાએ દોઢ લાખ રૂપિયા ન આપતાં Kalayugi Sonનો પિતાને મુખાગ્નિ આપવાનો ઈનકાર

Share:

Madhya Pradesh,તા,03

મધ્ય પ્રદેશના શહડોલ જિલ્લામાં કળીયુગી પુત્રએ પોતાના પિતાના મૃતદેહને મુખાગ્નિ આપવાનો એટલા માટે ઈનકાર કરી દીધો કેમ કે માતાએ તેને દોઢ લાખ રૂપિયા આપ્યા નહોતા. જ્યારે પુત્રએ માતાની વાત ન માની તો પછી તેમણે પોતે જ પોતાના પતિને મુખાગ્નિ આપીને અંતિમ સંસ્કાર કર્યાં. આને લઈને પીડિતાએ પોલીસને પોતાના પુત્રની ફરિયાદ કરી છે.શહડોલ જિલ્લાના બ્યોહારીના રહેવાસી રામસ્વરૂપ બર્મન (65) અને પાર્વતીને એક પુત્ર અને બે પુત્રીઓ છે. એકમાત્ર પુત્ર મનોજ બર્મન વિવાહિત છે. લગ્ન બાદથી જ રૂપિયાને લઈને તેનો પિતાની સાથે અણબનાવ રહેતો હતો. અવાર-નવાર મનોજ રૂપિયા માગીને ઝઘડો કરતો રહેતો હતો. રૂપિયાની માગ પૂરી ન થવા પર તે બ્યૌહારીમાં પોતાના પરિવારની સાથે ભાડાના મકાનમાં રહેવા લાગ્યો હતો.

પિતાના મોત પહેલા માગ્યા હતા દોઢ લાખ રૂપિયા

પિતાના મોતથી એક દિવસ પહેલા પણ તે પોતાના પિતાના ઘરે ગયો હતો અને દોઢ લાખ રૂપિયાની માગ કરી હતી પરંતુ માતાએ રૂપિયા આપવાનો ઈનકાર કરી દીધો હતો. જેનાથી નારાજ થઈને તે રાત્રે ત્યાંથી જતો રહ્યો. આગલી સવારે પહેલેથી જ બિમાર મનોજના પિતાનું નિધન થઈ ગયું. માતાએ પુત્રને ફોન કરીને પિતાના મોતના સમાચાર આપ્યા અને ઝડપથી ઘરે આવવા કહ્યું, પરંતુ તેણે માતાને કહ્યું કે ‘મને રૂપિયા મોકલો.’ પિતાનો મૃતદેહ ઘરમાં હોવા છતાં પણ પુત્રનું મન પીગળ્યું નહીં અને તેણે માતાને એટલે સુધી કહી દીધું કે ‘ઘર વેચીને મને રૂપિયા આપો નહીંતર હું પિતાને મુખાગ્નિ આપવા આવીશ નહીં.’

પત્નીએ જ કર્યાં પતિના અંતિમ સંસ્કાર

મનોજે માતાની વાત માની નહીં અને પોતાનો મોબાઈલ પણ સ્વિચ ઓફ કરી લીધો. મૃતકના પત્ની પાર્વતીએ પોતે જ પતિને મુખાગ્નિ આપવાનો નિર્ણય લીધો અને પતિને મુખાગ્નિ આપીને અંતિમ સંસ્કાર કર્યાં. પતિના અંતિમ સંસ્કારના બે દિવસ બાદ પાર્વતી પોતાની પુત્રી સુષ્મા અને સુમનની સાથે બ્યૌહારી પોલીસ સ્ટેશન ગયા અને પોલીસને ઘટનાક્રમની જાણકારી આપતાં ફરિયાદ નોંધાવી. જોકે, પોલીસને પણ સમજણ પડી નહીં કે તે શું કરે તો તેણે મહિલાને NCR આપી દીધી. પોલીસે સ્વયંને આ મામલે હસ્તક્ષેપ કરવા યોગ્ય નહીં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *