લાલ મરચાના ભાવમાં ૧૫ ટકાનો ઘટાડો, મસાલા સિઝન શરૂ

Share:

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મરચાના ભાવ ઘટ્યા છે ૧૦ થી ૧૫ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે

Jamnagar,તા.૨૪

માર્ચ અને એપ્રિલ મહિનો એટલે ગૃહિણીઓ માટે આખા વર્ષનો ગરમ મસાલા ભરવાનો સમય. આ વર્ષે પણ બજારમાં બારે માસ ભરવા લાયક મરચા દળવાની સિઝન શરૂ થઈ ગઈ છે. જામનગરમાં રેશમપટ્ટો, કાશ્મીરી, તેજા મરચી સહિતની જુદી જુદી વેરાયટીના મસાલા ઉપલબ્ધ છે. પરંતુ સારી વાત એ છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મરચાના ભાવ ઘટ્યા છે. ૧૦ થી ૧૫ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. મરચાની જુદી જુદી વેરાયટીનું ઉત્પાદન થતાં ગત વર્ષ કરતાં આ વર્ષે કિલોએ ૫૦ રૂપિયા જેવો ઘટાડો થયાનું જામનગરના મસાલાના વેપારીઓએ જણાવ્યું હતું.જામનગરમાં છેલ્લા છ થી સાત વર્ષથી મરચાના વ્યવસાય સાથે સંકળાયેલા અફ્રિદી ડાકોરના નામના યુવાને જણાવ્યું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે લાલ મરચાના ભાવ ૧૫ ટકા જેટલા ઓછા છે. મરચાના પ્રકારની વાત કરીએ તો રેશમ પટ્ટો, વન્ડર, ગોલણ અગ્નિ, તીખામાં ખમામનું ઓરિજિનલ તેજા, કંટોલી આ ઉપરાંત ૧૦ થી ૧૨ પ્રકારની મરચી પણ છે. સાથે સાથે ગૃહિણીઓ સૌથી વધુ રેશમપટ્ટો અને કાશ્મીરી મરચીનો ઉપયોગ કરતા હોય છે. જામનગરમાં મરચાની આવક ગોંડલ, આંધ્રપ્રદેશ અને ખમામથી આવે છે. મરચાના ભાવ ૨૫૦ રૂપિયાથી લઈ ૭૦૦ થી ૮૦૦ રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. સાથે કાશ્મીરી મરચું ૬૦૦ રૂપિયાથી લઈ ૭૦૦ રૂપિયા સુધી કિલો વેચાય રહ્યું છે.વધુમાં જામનગરમાં કાશ્મીરી અને રેશમપટ્ટો મરચાની મોટી માંગ હોવાનું જણાવાયું છે. જોકે હળદર, ધાણા-જીરું સહિતના મસાલાના ભાવ ગત વર્ષ જેવા જ છે. વેપારીઓનું કહેવું છે કે, જામનગરમાં આવતું તીખું મરચું આંધ્રપ્રદેશથી આવે છે. જ્યારે હિંગ અફઘાનિસ્તાનના કાબુલમાંથી આવે છે. આ વર્ષે મરચા અને મરચાનું ઉત્પાદન સારું હોવાથી ભાવમાં પ્રમાણમાં ઘટાડો નોંધાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *