Ravindra Jadeja નો વાંક નથી, મારો છે…: ટીમમાં સામેલ થવા મુદ્દે અશ્વિને કેમ કહ્યું આવું?

Share:

New Delhi,તા,03

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિને પોતાના સાથી ખેલાડી રવિન્દ્ર જાડેજાને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. અશ્વિને કહ્યું છે કે, જો કોઈ ટેસ્ટ મેચમાં મને અને રવિન્દ્ર જાડેજાને એકસાથે ન રમાડવામાં આવે અને પ્લેઈંગ ઈલેવનમાં માત્ર જાડેજાને જ રાખવામાં આવે તો તેમાં જાડેજાની ભૂલ નથી પણ મારી ભૂલ છે. કારણ કે માત્ર 11 ખેલાડીઓ જ રમી શકે છે.

એક ઈન્ટરવ્યુંમાં અશ્વિનને સવાલ કરવામાં આવ્યો કે, તને અથવા રવિન્દ્ર જાડેજામાંથી કોઈ એકને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવે છે ત્યારે તને કેવું લાગે છે? તેનો જવાબ આપતા અશ્વિને કહ્યું કે, ‘આવું ઘણી વાર બન્યું નથી અને આ મારી સમસ્યા છે, જડ્ડુની નથી. જો હું પ્લેઈંગ ઈલેવનમાં નથી તો એમાં જડ્ડુનો દોષ નથી, પણ મારો છે. આ પછી હું વિચારું છું કે હું કેવી રીતે પોતાને સુધારી શકું.’

અશ્વિને વધુમાં જણાવ્યું હતું કે, ‘હું રવીન્દ્ર જાડેજાનું અપહરણ કરીને તેને ઘરે થોડી બેસાડી શકું? જો મને તક ન નથી મળી તો મારો વિચારવું જોઈએ કે કઈ રીતે હું સારું પ્રદર્શન કરી શકું. તેમાં ઈર્ષ્યા કરવા જેવું કંઈ જ નથી. ટીમમાં માત્ર 11 ખેલાડી જ રમી શકે છે. જે ખેલાડી નથી રમતો તેણે પોતે જ વિચારવું જોઈએ કે આમાં કોઈની ભૂલ નથી. મારે પોતાની બેટિંગ અને ફિલ્ડિંગ પર કામ કરવું જોઈએ. હું જડ્ડુની જેમ ફિલ્ડીંગ નથી કરી શકતો. પરંતુ હું ફિલ્ડિંગ કઈ રીતે સારી કરી શકું અને કઈ રીતે હું સારો દેખાવ કરી શકું તેના પર ધ્યાન આપવું જોઈએ. આપણે હું જ સારો છું તે સાબિત કરવાની વૃત્તિ ધરાવીએ છીએ.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *