New Delhi,તા.20
ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ રવિવારે રાજકોટમાં સૌરાષ્ટ્રની ટીમની પ્રેક્ટિસમાં ભાગ લીધો હતો અને તે 23 જાન્યુઆરીથી દિલ્હી સામે શરૂ થનારી રણજી ટ્રોફી મેચમાં તે રમશે એ નિશ્ચિત છે. જાડેજા છેલ્લે જાન્યુઆરી 2023 માં સૌરાષ્ટ્ર તરફથી રમ્યો હતો. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે કહ્યું કે ’જાડેજા આગામી મેચ રમશે.
ઓસ્ટ્રેલિયા સામે સ્કોર કરવા માટે સંઘર્ષ કરી રહેલાં રોહિત શર્મા મુંબઈ તરફથી જમ્મુ કાશ્મીર સામેની આગામી રણજી ટ્રોફીમાં રમશે. ઋષભ પંત, શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ પણ પોતપોતાની ટીમ વતી રણજી મેચમાં રમશે. પંત સૌરાષ્ટ્ર સામે દિલ્હીની પ્લેઈંગ ઈલેવનનો ભાગ હશે, જ્યારે વિરાટ કોહલી આ મેચમાં રમશે નહીં.