Surendranagar:૭૭ વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ,નળિયા તોડી નરાધમ ઘરમાં ઘૂસ્યો હતો

Share:

Surendranagar,તા.૫

મહિલાઓ માટે સુરક્ષીત માનવામાં આવતા ગુજરાતમાં પણ હવે દિવસે દિવસે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે માનવતાને શરમશાર કરતી ઘટના સુરેન્દ્રનગરમાં બની છે. સુરેન્દ્રનગરમાં ૭૭ વર્ષની વૃદ્ધા સાથે દુષ્કર્મની ઘટના બનતા આસપાસના વિસ્તારમાં ચકચારી મચી છે.

ઘટના એવી છે કે મહિલાના મકાનમાં જ નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. નરાધમ મકાનનાં નળિયા તોડી ઘરમાં ઘુસ્યો હતો. વૃદ્ધાને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જો કે પોલીસે સમગ્ર ઘટનાની અંગે તપાસ હાથ ધરી છે.

બીજી તરફ આ અગાઉ બોટાદમાં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી.અભ્યાસ માટે જતી સગીરાની પાછળ પડી આરોપી સગીરાને હેરાન કરતો હતો.સગીરાને ધાક – ધમકી આપી તેના સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યુ હતુ. સમગ્ર ઘટનાની જાણ સગીરાના પિતાને થતા તેમણે ફરિયાદ નોંધાવી હતી. જો કે ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *