Morbi,તા.11
વાંકાનેર તાલુકા પોલીસ મથકના દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલ આરોપી છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો હતો જેને એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા ડ્રાઈવનું આયોજન કરવામ આવ્યું હોય જેથી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૯ માં દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલ આરોપી અજય ગીધારભાઈ બારીક રહે બાળેશ્વર ઓરિસ્સા વાળો હાલ ઢુવા માટેલ રોડ પર ટોરીસ બાથવેર સિરામિક કારખાનામાં હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પર તપાસ કરતા આરોપી અજય બારીક મળી આવ્યો હતો જે આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો છે