Rajkot,તા.22
રાજકોટમાં ઈન્સ્ટાગ્રામ કવિન તરીકે જાણીતી યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગયો છે. રાજકોટની સોશિયલ મીડિયા સ્ટાર તોફાની રાધાએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઈન્સ્ટાગ્રામ પર તોફાની રાધા નામથી ફેમસ રાધિકા હર્ષદભાઈ ધામેચા (ઉ.વ.૨૬ ) નામની યુવતીએ આપઘાત કર્યો છે. તેણે અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. રાત્રિના સમયે ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ તપાસ શરૂ કરી છે. તોફાની રાધા રૈયા રોડ પર તુલસી માર્કેટની સામે પરિવારથી અલગ રહેતી હતી.
તાજેતરમાં જ રાધિકા ગોવા ફરવા માટે ગઈ હતી. આવ્યા બાદ તેણે પિતાને ફોન કરીને કહ્યું કે, ‘હું જાવ છું.’ પરંતું પિતા પહોંચ્યા તે પહેલા તેણે આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યાના કારણ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં તોફાની રાધા નામનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ત્યારે ચર્ચામાં આવ્યું હતું જ્યારે તોફાની રાધાના ઈન્સ્ટાગ્રામમાં ત્રણ વિડીયો રિલ્સ વાયરલ થયા હતા. ગાંજા જેવા દેખાતા પદાર્થનું સેવન કરતી હોઈ, જેતપુર ટોલનાકાનું બેરિયર તોડતી હોઈ તે પ્રકારના ત્રણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. વાયરલ થયેલા વિડીયો મામલે પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા. તોફાની રાધા એ પોલીસ સ્ટેશનમાં ઉતારેલો વિડીયો બેખોફપણે રીલ બનાવી અપલોડ કર્યો હોવાથી ખળભળાટ મચી ગયો હતો. તમને જણાવીએ કે તોફાની રાધા અગાઉ મારામારી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચઢી ચૂકી છે. ટોલનાકે પણ બેરીકેડ તોડી કાર હંકારી રહ્યાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા.