ઉછીના આપેલા પાંચ હજારની ઉઘરાણી કરવા જતાં ડખ્ખો
Rajkot,તા.05
શહેરના 150 રીગ રોડ પર શિતલ પાર્ક પાસે ભાડાની ઓરડીમાં રહેતાં અને છૂટક મજૂરી કરતાં સંજય રામસિંગભાઇ ભોજીયા નામના 31 વર્ષે યુવાન રાતે દસેક વાગ્યે ગોંડલ રોડ પુનિતનગર વાવડીના રસ્તે ઇંડાની લારી નજીક તેના જ મિત્ર ગોપી દેવીપૂજકે છરીથી હુમલો કરી ઇજા પહોંચાડતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.સંજયના કહેવા મુજબ થોડા સમય પહેલા મિત્ર ગોપીને પૈસાની જરૂર હોઇ પાંચ હજાર ઉછીના બાપ્યા હતાં. હવે પોતાને પૈસાની જરૂર હોઇ વાવડી તેના ઘર નજીક તે ગયો હતો અને પૈસાની ઉઘરાણી કરી હતી ત્યારે ગોપીએ ઝઘડો કરી હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, અશિવભાઇ ભાવેશભાઇ, તોફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ જાણ કરતાં તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી