Rajkot,તા.18
રામ રાખે તેને કોણ ચાખે.. આજી ડેમ પોલીસ મથકની હદમાં માન સરોવર મારુતિ કોમ્પલેક્ષ માં રહેતા દક્ષાબેન સંજયભાઈ બામણીયા પોતાના ઘેર ગળે ફાંસો ખાઈ લેતા પરિવારજનોની નજર પડી જતા તાત્કાલિક સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા, સમયસર ની સારવારથી દક્ષાબેન નો જીવ બચી ગયો હતો, દક્ષાબેન ના પતિ સંજયભાઈએ જણાવ્યું હતું કે પોતાના ઘરની ઉપર રહેતા પોતાના પાટલા સાસુ અને પત્ની દક્ષાબેનને કોઈ વાતે બોલા ચાલી થઈ હતી અને તેની બહેન એ ચરિત્ર અંગે કંઈક ઘસાતું બોલતા લાગી આવતા દક્ષાબેને ઘરમાં જ ચુંદડી થી ફાસો ખાઈ લીધો હતો, સદનસીબે પરિવારજનોની નજર પડતા તાત્કાલિક નીચે ઉતારી દવાખાને સારવાર બાદ ભય મુક્તિ જાહેર કર્યા