સાત માસ પૂર્વે એસિડ પી લેનાર પરિણીતાએ સારવારમાં દમ તોડયો
રાજકોટ,24
શહેરના કોઠારીયા સોલ્વન્ટમાં 25 વારિયા ક્વાર્ટરમાં રહેતી પરિણીતાએ સાત મહિના પહેલા એસિડ પી લેતા સારવાર બાદ ઘરે હતી ત્યારે ગઈકાલે તબિયત બગડતા સિવિલમાં દાખલ કરવામાં આવી હતી દરમિયાન મોત નીપજ્યું હતું.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા સોલ્વન્ટમાં શીતળાધારમાં 25 વારિયા ક્વાર્ટરમાં રહેતી મૂળ યુપીની ગીતાબેન બબલુભાઈ પાલ (ઉ.વ.31) નામની પરિણીતાએ આજથી સાતેક મહિના પહેલા ઘરે હતી ત્યારે એસિડ પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી બાદમાં સ્વસ્થ થઇ હતા રજા આપી દેવામાં આવી હતી. ગઈકાલે ફરી તબિયત બગડતા સિવિલના આઈસીયુમાં દાખલ કરવામાં ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. મૃત્યુ પામનારના ગીતાબેનના લગ્ન થયાને આઠેક વર્ષ થયા હતા સંતાનમાં એક દીકરો દીકરી છે. પતિ લોખંડનું વેલ્ડિંગ કામની મજૂરી કરે છે. દંપતી વચ્ચે રસોઈ બનાવવા બાબતે ઝગડો થતા એ સમયે એસિડ પી લીધું હતું. બનાવના પગલે આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.