Rajkot: Saurashtra Universityનો 59મો પદવીદાન સમારોહ કાલે

Share:

Rajkot તા.3
Saurashtra University નો 59મો પદવીદાન સમારોહ આવતીકાલે તા.4ને મંગળવારના રોજ બપોરના 3.30 કલાકે કાનજી ભુટ્ટા બારોટ રંગમંચ ખાતે આયોજીત કરવામાં આવેલ છે જેની તૈયારીઓને કુલપતિ પ્રોફે. ઉત્પલ જોશીના માર્ગદર્શન હેઠળ આખરી ઓપ આપી દેવામાં આવેલ છે.

આ પદ્વીદાન સમારોહ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આયોજીત કરવામાં આવેલ હતો પરંતુ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી નાદુરસ્ત તબીયતના કારણે આ સમારોહમાં હાજર રહી શકે તેમ હોય હવે તેમની ગેરહાજરીમાં સમારોહ યોજાશે.

સમારોહમાં શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા તથા અમદાવાદ ઈસરોના ડાયરેકટર નીલેષભાઈ દેસાઈ ઉપસ્થિત રહેનાર છે. આ પદ્વીદાન સમારોહમાં 42677 દિક્ષાર્થીઓને પદ્વીઓ તેમજ 138 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 221 પ્રાઈઝ એનાયત કરાશે. Saurashtra Universityના સોશ્યલ મીડીયામાં આ સમારોહનું લાઈવ પ્રસારણ કરાશે.

સમારોહમાં જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજની વિદ્યાર્થીની રામચંદાણી તારીકાને એમ.બી.બી.એસ.માં સૌથી વધુ 04 ગોલ્ડમેડલ અને 03 પ્રાઈઝ, જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજની વિદ્યાર્થી ગાંધી ઝોહરને એમ.બી.બી.એસ.માં 03 ગોલ્ડમેડલ અને 07 પ્રાઈઝ, પ્રભાબેન પટેલ કોલેજ, મોરબીની વિદ્યાર્થીની વ્યાસ દેવાંગીનીને એલ.એલ.બી.માં 03 ગોલ્ડમેડલ અને 06 પ્રાઈઝ, મોંઘીબા મહિલા આર્ટસ કોલેજ, અમરેલીની વિદ્યાર્થીની ડાભી ભૂમિકાબેનને બી.એ. ગુજરાતીમાં 03 ગોલ્ડમેડલ તથા 02 પ્રાઈઝ એનાયત થશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *