Rajkot,તા.૧૩
રાજકોટ પોલીસ ફરી વિવાદોમાં આવી હોવાનું સામે આવ્યું છે. એસીનું રિમોટ મેળવવવા માટે કોઠારીયા પોલીસ ચોકીમાં વેપારી દ્વારા અરજી કરવામાં આવી હતી. જેમાં આબિદભાઈ ભારમલ નામના વ્યક્તિ વિરૂદ્ધ અરજી કરતા પોલીસે આબિદભાઈને ધમકાવ્યા હતા. આ બાબતે પોલીસ દ્વારા એસી રિમોટ મામલે વેપારી સાથે પણ અભદ્ર વર્તન કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે પોલીસના વર્તનના કારણે પીઆઇને પણ આ મામલે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ ઉચ્ચ અધિકારીઓએ આ રજૂઆતને લઇ કોઇ કાર્યવાહી કરી ન હતી.
પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાર્યવાહી ન કરવામાં સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં હાઇકોર્ટે બે વીકમાં એફઆઈઆર કરવા અથવા એફઆઈઆર ન થતી હોય તો શા માટે એફઆઈઆર નથી થતી તેનો જવાબ રિપોર્ટ કરવા આદેશ કર્યો છે.
આબિદ ભારમલે નવું એસી લીધું હતું અને આ એસી બગડી જતા તેને પરત કર્યું હતું. ત્યારે એસીનું રિમોટ ઘરે રહી જતા વેપારીએ આ મામલે કોઠારીયા પોલીસ મથકમાં અરજી કરી હતી. જેમાં પોલીસ દ્વારા કોઇ કામગીરી ન કરવામાં આવતા સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો.