માતાની છેડતી કરતા ઠપકો આપતાં ઉશ્કેરાયેલા શખ્સોએ સગીરને ધોકાવ્યો
રાજકોટ ,તા.૨૬
રાજકોટના સરધાર ગામે રહેતા સગીરને સરધાર બસ સ્ટેશન પાસે પરિવાર સહિત ફ્રૂટનો ધંધો કરી રહ્યો હતો ત્યારે ગ્રાહકએ માતાની છેડતી કરતા સગીરે ગ્રાહકને ઠપકો આપ્યો.ઉશ્કેરાયેલા શખ્સોએ સગીરને ધોકા વડે માર મારતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
રાજકોટના સરધાર ગામે રહેતા પ્રશાંતભાઈ પરેશભાઈ સોલંકી (ઉં.વ.17) નામના સગીરને ગઈ કાલે સાંજના છ વાગ્યા આસપાસ પોતે સરધાર ગામ પાસે બસ સ્ટેશનમાં હતો ત્યારે અજાણ્યા શખ્સોએ સગીર સાથે ઝઘડો કરી માર મારતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.પોલીસની પ્રાથમિક તપાસમાં સગીર તેના પરિવાર સહિત સરધાર ગામે બસ સ્ટેશન પાસે ગુરુવારી ભરાય છે ત્યાં કેળા વેચવાનું કામ કરતો હોય,અજાણ્યા શખ્સોએ માતાની છેડતી કરતા સગીરને ઠપકો આપતાં શખ્સોએ યુવકને ધોકા વડે માર મારતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.સગીરના પિતા ફ્રૂટનો ધંધો કરે છે.