રૂ.૨ ૧૦ લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સ પકડાયા
Rajkot,તા.05
રાજકોટ- અમદાવાદ હાઈવે પર આવેલા પટેલ વિહાર હોટલ સામેથી રિક્ષામાંથી વિદેશી દારૂ, વિદેશ દારૂ અને ત્રણ મોબાઈલ મળી,રૂ ૨.૧૦ લાખના મુદ્દામણ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા રોડ પોલીસ મથકની ટીમ અમદાવાદ રાજકોટ હાઈવે પર આવેલા પટેલ વિહાર પરોઠા પાસે પેટ્રોલિંગમાંથી તે દરમિયાન GJ03 BX 6649 નંબરની રીક્ષાના બેઠેલા શખ્સો શંકા સ્પડ જણાતા રીક્ષા ને અટકાવી તલાસી લેતા વિદેશી દારૂની ૧૨ બોટલ મળી આવતા, વિદેશી દારૂ , રીક્ષા અને ત્રણ મોબાઈલ મળી રૂ.૨.૧૦ લાખના મુદ્દામાલ સાથે રાજારામ સોસાયટીમાં રહેતો કિશન દીપકભાઈ કોળી, સંત કબીર રોડ પર રહેતો રવિ ચંદુભાઈ ગઢીયા અને રાજારામ સોસાયટીનો નિખિલ ભુપેન્દ્રભાઈ રાઠોડ નામના શખ્સોને કુવાડ રોડ પોલીસની ટીમે ઝડપી લીધા છે.