Rajkot,તા.૧૮
રાજકોટ એમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરને મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમિલી વેલ્ફેરે ટર્મિનેટ કરવા આદેશ આપ્યા છે. નવા ડાયરેક્ટરની ભરતી કરવાના આદેશ આપતા ગેરરીતિ આચરનારાઓ ફફડી ઉઠ્યા છે.
કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે પ્રથમ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ.ચંદનદેવસિંહ કટોચને તાત્કાલિક બરતરફ કરવાના આદેશ આપ્યા છે. કટોચ પર બાંધકામમાં ભ્રષ્ટાચાર અને ભરતીમાં ગેરરીતિના આરોપ લાગ્યા હતા. મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમિલી વેલ્ફેરે ગેરરીતિનો રિપોર્ટ રજૂ કરી જરૂરી પગલા ભરવા નિર્દેશ કર્યો છે. ઉપરાંત, નવા ડાયરેક્ટરની ભરતી કરવા જાહેરાત પણ આપી છે. નોંધનીય છે કે, ૧૧૯૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ એઈમ્સનું ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ વડાપ્રધાન મોદીએ લોકાર્પણ કર્યું હતું.