Rajkot, તા.3
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફરી ગઇકાલથી પવનની દિશા બદલાઇ છે અને ઉતર-પૂર્વના ઠંડા પવનો શરૂ થયા છે. આથી સવારનાં ભાગે ફરી ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે.
દરમ્યાન તા. 2 થી 5 વચ્ચે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં માવઠાની આગાહી પણ કરાઇ છે. ત્યારે આજે સવારથી ફરી એકવાર હવામાન પલ્ટો સર્જાયો છે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અનેક સ્થળોએ સવારનાં ભાગે ધાબડીયુ હવામાન છવાયુ હોય સુર્યદેવતા આજે સવારથી ગાયબ થઇ ગયા હતા.
દરમ્યાન આજે નલિયાને બાદ કરતા સર્વત્ર ઠંડી સામાન્ય રહી હતી.
આજે સવારે નલિયા ખાતે 8.6 ડિગ્રી અને રાજકોટમાં 15.4, પોરબંદરમાં 14.9, વેરાવળમાં 17.8, અમદાવાદમાં 17, અમરેલીમાં 15.8, વડોદરામાં 16.8, ભાવનગરમાં 17.4, ભુજમાં 13.8, દમણમાં 16.4, ડિસામાં 15.2, દિવમાં 1પ.પ ડિગ્રી તથા દ્વારકામાં 19.8, ગાંધીનગરમાં 15.5, કંડલામાં 1પ અને ઓખામાં 20.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.
જયારે જામનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં લઘુતમ તાપમાનનો પારો 5 ડિગ્રી ઉચકાતા 15 ડિગ્રી લઘુતમ તાઓમાં નોંધાયું હતું.તો શહેરના વાતાવરણમાં ભેજનુ પ્રમાણમાં 18 ટકાના ઘટાડા સાથે 64 ટકા પહોંચી ગયું હતું.જ્યારે મહતમ તાપમાન 1 ડિગ્રી વધીને 27.2 ડિગ્રી રહ્યું હતું.જ્યારે પવનની ગતિ પ્રતિકલાક 3.9 કિમિ નોંધાઇ છે.
શહેરમાં રવિવારે લઘુતમ તાપમાનનો પારો 10.5 ડિગ્રી પહોંચી જતા ઠડી વધી હતી.આ સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 82 ટકા હોવાથી ધૂમમસવાળું વાતાવરણ રહ્યું હતું.જયારે મહતમ તાપમાનનો પારો 26 ડિગ્રી રહ્યો હતો.તો પવનની ગતિ પ્રતિકલાક 4.2 નોંધાઇ હતી.જો કે સોમવારે સવારે લઘુતમ તાપમાન 15 ડિગ્રી રહેતા આંશિક ઠડી અનુભવાય હતી.