Rajkot,તા.1
આજે 1 જાન્યુઆરી 2025 ના પ્રથમ દિવસ એટલે નવા વર્ષનું ભવ્ય આગમન ગઈકાલે 31 ડીસેમ્બરની વિશ્ર્વભરમાં ઉજવણી કરવામાં આવવી હતી. ત્યારે રાજકોટમાં પણ 2024 ને અલવીદા કહેવા અને નવા વર્ષને આવકારવા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ મોડે સુધી ન્યુયર સેલીબ્રેશન કર્યું હતું. યુવાધન હીલોળે ચડયુ હતું.અનેક સ્થળોએ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. મ્યુઝીકના તાલે લોકો ઝુમ્યા હતા.
મોજ માણી હતી રાજકોટમાં મોડીરાત સુધી જશ્નનો માહોલ જોવા મળ્યો હતો રેસકોર્ષ રીંગરોડે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. અનેક રેસ્ટોરન્ટમા ભીડ જોવા મળી હતી.
31 ડીસેમ્બરના પરિવાર અને મિત્રો સાથે ઉજવવા હોટેલો અને રેસ્ટોરન્ટમા પહોંચ્યા હતા.રાજકોટમાં વિવિધ ખાનગી જગ્યાએ હોટેલમાં ધામધુમથી ન્યુયર પાર્ટી સાથે ખાસ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંદાજે રાજકોટમાં 15 થી વધુ જગ્યાએ ન્યુયર પાર્ટી યોજાઈ હતી અને હજારો લોકોને આ પાર્ટીનો આનંદ માણ્યો હતો અને રાત્રીનાં 12 કલાકે એકબીજાને ન્યુયર વીશ કરી શુભકામનાં પાઠવી હતી અને નવા વર્ષનાં ધમાકેદાર આગમનને આવકાર્યું હતું. વિવિધ સ્થળોએ 12 વાગ્યે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.
આતશબાજી કરી નવા વર્ષને વધાવ્યુ હતું. ડીજે વીથ ડાન્સનાં આયોજનમાં યુવાધન ઝુમી ઉઠયુ હતું 2024 ના ટ્રેન્ડીંગ સોંગના સથવારે સંગીતના તાલે ઝુમ્યા હતા. રાજકોટમાં અનેક સ્થળોએ આયોજન કરવામાં આવ્યુ હોવાથી અનેક રસ્તાઓ પર ટ્રાફીકજામ સર્જાયો હતો પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવ્યુ હતું. નબીરાઓ અને આવાર તત્વોને ઝડપી કાયદાનું ભાન કરાવ્યું હતું. મોડીરાત સુધી રાજકોટનાં રસ્તાઓ પર લોકોની ભીડ જોવા મળી હતી.