Rajkot વર્ષ 2024માં 1.60 લાખથી વધુ મિલ્કત દસ્તાવેજ : સરકારને રૂા.932 કરોડની જંગી આવક

Share:

Rajkot, તા.1
રાજકોટ શહેર જિલ્લામાં વિતેલા વર્ષ 2024માં જંત્રીદરના વધારા વચ્ચે એસ્ટેટ ઉદ્યોગની ગાડી ટોપ ગીયરમાં બમબમાટ દોડી છે. જેમાં 160973 મિલ્કતોનું વેચાણ થતાં સબ રજીસ્ટ્રાર કચેરીમાં મિલ્કત દસ્તાવેજો નોંધાતા સરકારને તેની ફી અને ડ્યુટી પેટે રૂા.932,30,43,212ની જંગી આવક થવા પામી છે. 

વિતેલા વર્ષ દરમિયાન શહેરના મોરબી રોડ પર સૌથી વધુ 19,883 મિલ્કતોનું વેચાણ થવા પામેલ  છે. જ્યારે રૈયામાં 12,214 અને મવડીમાં પણ 15,412 મિલ્કતોનું વેચાણ થતાં તેના દસ્તાવેજોની નોંધણી સબ રજીસ્ટ્રાર કચેરીમાં થવા પામી છે.

ગત વર્ષમાં રાજકોટ રૂરલમાં 9,434, કોઠારીયામાં 12,480, રતનપરમાં 11,729, રાજકોટ-1માં 10,436, મવામાં 9,516 તેમજ જિલ્લાના પડધરીમાં 3,355, જેતપુરમાં 8,125, ઉપલેટામાં 5,227, જામકંડોરણામાં 1,357, લોધિકામાં 9,881, જસદણમાં 5,825, વીંછીયામાં 956, ગોંડલમાં 15,104, કોટડા સાંગાણીમાં 6,034 અને ધોરાજીમાં 3,975 મીલ્કતો મળી કુલ 1,69,973 મિલ્કતોનું  વેચાણ થવા પામેલ છે. 

જેમાં દસ્તાવેજોની નોંધણી સબ રજીસ્ટ્રાર કચેરીમાં થતાં તેની ફી રૂા.1,35,77,20,395 અને ડ્યુટી રૂા.79,65,32,28,17 મળી કુલ રૂા.93,23,212 થવા પામી છે. આમ વિતેલા વર્ષમાં રાજકોટ શહેર જિલ્લામાં એસ્ટેટ ઉદ્યોગની ગાડી ટોપ ગીયરમાં બમબમાટ દોડી છે. 

જ્યારે 2024ના અંતિમ ડીસેમ્બર માસમાં પણ રાજકોટ શહેર જિલ્લામાં 1,32,55 મિલ્કતોનું વેચાણ થતાં તેના દસ્તાવેજોની નોંધણી જિલ્લાની સબ રજીસ્ટ્રાર કચેરીમાં થવા પામી છે. ગત ડિસેમ્બર માસ દરમ્યાન પણ શહેરના મોરબી રોડ પર સૌથી વધુ 15,54 મિલ્કતોનું વેચાણ થવા પામેલ છે.

જ્યારે રાજકોટ રૂરલમાં 752, મવડીમાં 1275, કોઠારીયામાં 904, રૈયામાં 873, મવામાં 764, ગોંડલમાં 1325, ધોરાજીમાં 344, કોટડા સાંગાણીમાં 515, જ્યારે રાજકોટ-1માં 870 મિલ્કતોનું વેચાણ થવા પામેલ છે.

આમ કુલ ડિસેમ્બર માસ દરમ્યાન જ જિલ્લામાં 13,255 મિલ્કતોનું થયેલું વેચાણના દસ્તાવેજો નોંધણી રજીસ્ટ્રેશન સબ રજીસ્ટ્રાર કચેરીમાં થતાં તેની ફી અને ડ્યુટી  પેટે સરકારને રૂા.808, 73,84,96ની આવક સરકારને થવા પામી છે. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *