Rajkot માં TRP ગેમઝોન અગ્નિકાંડ: હાઈકોર્ટે ત્રણ આરોપીના જામીન મંજૂર કર્યા

Share:

Rajkot,તા.30

રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે આરોપી ત્રણ સરકારી કર્મચારીઓના જામીન મંજૂર કર્યા છે. હાઈકોર્ટે ATP રાજેશ મકવાણા અને રાજકોટ મનપાના પૂર્વ ATP ગૌતમ જોષીના જામીન મંજૂર કર્યા છે. જો કે, આરોપી મનસુખ સાગઠિયા, ઇલેશ ખેર, એન્જિનિયર જયદીપ ચૌધરી, જમીન માલિક આરોપી અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાના જામીન નામંજૂર કર્યા છે.

સત્તાધીશો અને ટીઆરપી ગેમ ઝોનના માલિકોની મિલીભગતથી રાજકોટમાં ઈતિહાસનો સૌથી દર્દનાક અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં 27 નિર્દોષ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. ભ્રષ્ટાચાર આ માટે મુખ્ય કારણ હતો. ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ મામલે પોલીસે ટીઆરપી ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ, પ્રકાશ સોલંકી સહિત શખ્સો વિરુદ્ધમાં આઈપીસીની કલમ 304, 308, 337, 338 અને 114 હેઠળ ફરિયાદ દાખલ કરાઈ હતી. આ મામલે પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 10 જેટલાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી.

મનસુખ સાગઠિયાએ કરોડોનો ભષ્ટ્રાચાર કર્યો હતો

અગ્નિકાંડના સાપરાધ મનુષ્યવધના ગુનાના આરોપી સસ્પેન્ડેડ ટી.પી.ઓ. મનસુખ ધનાભાઈ સાગઠિયા સામે ગત 10 વર્ષમાં 10.55 કરોડ રૂપિયા ભ્રષ્ટાચારથી મેળવ્યાનો ગુનો નોંધાયા બાદ તેણે ભાઈના નામે ટ્વીનટાવરમાં ખરીદેલી ઓફિસમાં સર્ચ તપાસ કરવામાં આવી હતી, જ્યાં રૂપિયા 3 કરોડ રોકડ અને સોનાચાંદીના દાગીના સહિત 18 કરોડ મળી આવ્યા છે. આમ રૂ.28 કરોડનો ભ્રષ્ટાચાર કરાયો હોવાનું સામે આવ્યું હતું. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *