Rajkot માં લોકોના કરોડો રૂપિયાનું ચિટીંગ કરી મંડળી ફરાર થઇ ગઇ

Share:

Rajkot,તા.૧૨

રાજકોટમાં વધુ એક સહકારી મંડળીનું ઉઠમણું થયું છે. જેમાં લોકોના કરોડો રૂપિયાનું ચિટીંગ કરી મંડળી ફરાર થઈ ગઈ છે. મની પ્લસ શરાફી મંડળીના પ્રમુખ દ્વારા આ કૈભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં પ્રમુખ અલ્પેશ દોંગાએ ૧૧ કરોડથી વધુનું આચર્યું કૌભાંડ હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે. જેમાં ફરિયાદી રશ્મિલચુનીલાલ પરમાર સહત અનેક લોકોને આરોપીએ ફસાવ્યા હોવાનું સામે આવ્યું છે. આરોપી અલ્પેશ દોંગાએ સ્કીમ આપી તમામ પાસે એફડી કરાવી હતા. પરંતુ પાકતી મુદતે તેણે રકમ પરત ન આપતા છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું. આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોચતા અલ્પેશ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *