Rajkot,તા.20
રાજકોટમાં એક મેડિકલ સ્ટુડન્ટે ફેક મેડિકલ સ્ટડી એપમાં ગુમાવેલા રૃા.૯ લાખ સાયબર ક્રાઈમ પોલીસે તેને પરત અપાવ્યા હતા.
અરજદાર સાહીલ ચેતનભાઈ ભીમાણી મેડિકલ સ્ટુડન્ટ છે. તેને ઓનલાઈન મેડિકલ સ્ટડી એપમાં ફીમાં સબસ્ક્રીપ્શન આપવાની લાલચ આપી, ફેક મેડિકલ એપ્લીકેશન ડાઉનલોડ કરાવી, તેની સાથે રૃા.૧૦.૩૦ લાખનું ઓનલાઈન ફ્રોડ કરાયું હતું. જે અંગે તેણે સાઈબર ક્રાઈમ હેલ્પ લાઈન નંબર ઉપર ફરિયાદ કરી હતી. જેના આધારે સાઈબર ક્રાઈમ પોલીસે રૃા.૯ લાખ પરત અપાવ્યા હતા.
બીજા કિસ્સામાં અરજદાર દિવ્યરાજસિંહ સોલંકીને તેના એક મિત્ર પાસેથી પૈસા લેવાના હતા અને તેનું સેવીંગ એકાઉન્ટ બંધ હતું. જેથી અન્ય એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરી હતી. જે પરત નહીં આપી રૃા.૩.૧૧ લાખનું ફ્રોડ કરાયું હતું. જે પૂરેપૂરી રકમ સાઈબર ક્રાઈમ પોલીસે પરત અપાવી હતી.