સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે શાલીગ્રામ એપાર્ટમેન્ટના ફ્લેટમાં સફાઈ દરમિયાન કબાટમાંથી રોકડા તફડાવીયા
તાલુકા પોલીસ મથકના પીઆઇ હિરપરા સહિતના સ્ટાફે શકમંદ ને ઉઠાવી લઈ મુદામાલ રિકવર કરવા કાર્યવાહી કરી
Rajkot,તા.૧૯
શહેરના મવડી વિસ્તારમાં આવેલ સ્પીડવેટ પાર્ટી પ્લોટ પાસે શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં 1002 રહેતા રીયલ એસ્ટેટ અને કારખાનેદારના કબાટમાંથી રૂપિયા રોકડા 14લાખ ની ચોરી કરી ગયા અંગેની તાલુકા પોલીસ મથકના સ્ટાફને જાણ થતા પીઆઇ હરીપરા સહિતનો ઉચ્ચ અધિકારીઓ દોડી જઇ પોલીસે ગણતરીની જ કલાકોમાં ઘટનાના બે દિવસ પૂર્વે ફ્લેટની સફાઈ કરવા આવેલા સફાઈ કામદારોએ હાથ ફેરો કર્યાની આશંકા ને પગલે તમામની પૂછપરછ હાથ ધરી છે. રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરવા તજવીજ હાથ ધરી છે. વધુ વિગત મુજબ શહેરના મવડી વિસ્તારમાં આવેલ સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક શાલીગ્રામ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર બી 1002 માં રહેતા હસમુખભાઈ બચુભાઈ ઠુંમર નામના કારખાનેદારના ફ્લેટના કબાટમાંથી રોકડા રૂપિયા 14 લાખની ચોરી કરી ગયા અંગેની અજાણ્યા શખ્સ સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની જાણ તાલુકા પોલીસ મથકના પીઆઇ હિરપરા સહિતના સ્ટાફને થતા દોડી ગયા હતા. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે
ગઈ તા-૧૬/૧૦/૨૦૨૪ ના સવારના આશરે દસેક વાગ્યે હુ મારા ઘરે હતો ત્યારે મારી પત્નીએ મને વાત કરેલ કે આપણા પાડોશી મિત્તલબેન કેતનભાઈ કથીરીયાએ બહારથી માણસો બોલાવી ઘરની સફાઈ કરાવેલી હોય તો આપણે પણ તે લોકો પાસે આપણા ઘરની દિવાળીના તહેવાર અનુસંધાને સફાઈ કરાવવી ” તેમ વાત કરતા મે તેને કહેલ કે વાંધો “નઈ તુ તારી રીતે મિત્તલબેન પાસેથી નંબર મેળવી માણસો બોલાવી લે”. ” પ્રભુભાઇ સાથે ચાર માણસો તા-૧૮/૧૦/૨૦૨૪ ને શુક્રવારે સવારના સમયે આવી જશુ અને સફાઇકામના રૂપીયા ૫૦૦૦-લે” તેમ જણાવેલ અને પ્રભુભાઈ તથા તેના માણસો મારા ઘરે આવી ગયેલ હતા અને કામ કરતા હતા જેથી હું જમીને મારા કામ પર જતો રહેલ હતો. અને બાદ રાત્રે ઘરે આવેલ ત્યારે આ લોકો ઘરે હાજર ન હોય અને પોતાનુ સફાઇનુ કામ કરી જતા રહેલ હતા અને મારે કામ માટે પૈસાની જરૂરીયાત હોય જેથી મે મારા રૂમના કબાટમા રાખેલ રૂપીયા ૧૪ લાખ માથી રૂપીયા કાઢવા જતા મે રાખેલ રૂપીયા જોવા મળેલ નહી જેથી આ બાબતે મે મારી પત્નીને પુછતા તેણીએ જણાવેલ કે તે રૂપીયા બાબતે મને ખબર નથી જેથી મે તેણીને પુછેલ કે આજે આપણા ઘરે સાફ સફાઈ કર વા આવેલ માણસો સિવાય અન્ય કોઇ વ્યક્તી આપણા ઘરે આવેલ હતી કે કેમ? જેથી મારી પત્નીએ જણાવેલ ચાર માણસો માથી આ પ્રભુભાઈ તથા એક અજાણ્યો માણસ ઘરની બહાર ગયેલો અને આશરે દસેક મીનીટ બાદ આ પ્રભુભાઈ ઘરે પરત આવેલ અને મને જણાવેલ કે અમારે બે માણસોને ઇમરજન્સી કામ આવી ગયેલ હોય જેથી બીજા બે માણસો અમારી જગ્યાએ મોકલુ છુ તેમ કહી આ પ્રભુભાઈ ત્યાથી જતા રહેલ અને થોડીવાર બાદ બીજા બે અજાણ્યા માણસો આ પણા ઘરે કામ કરવા આવેલ અને આ ચારેય અજાણ્યા માણસો આશરે આઠેક વાગ્યાની આસપાસ પોતાનુ કામ પતી જતા અમારી પાસેથી નક્કી થયા મુજબના રૂપીયા ૫૦૦૦ રોકડા લઈને જતા રહેલ હતા તેવી વાત કરેલ જેથી મને આ પ્રભુ ભાઈ તથા તેની સાથે આવેલ અજાણ્યા માણસો ઉપર શંકા ગયેલ જેથી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ફ્લેટની સફાઈ કરવા આવનારને ઉઠાવી લઈ આકરી પૂછપરછ કરી અને મુદ્દા માલ કબજે કરવા તજવીજ હાથ ધરી છે
.