લા મેરેડીયન ફાઇવ સ્ટાર હોટલમાં બૉમ્બ મુકાયાનો ઇ-મેઈલ આવ્યો : સુરત શહેર પોલીસ દોડતી થઈ ગઇ
Surat , તા.૨૭
બોંબની ધમકી મળવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. પહેલા માત્ર ફ્લાઇટ્સમાં બોંબની ધમકી મળી રહી હતી. હવે હોટેલ્સમાં પણ બોંબની ધમકી મળી રહી છે.
રાજકોટ બાદ હવે સુરતમાં પણ હોટલમાં બોમ્બનો ઇ-મેઈલ આવ્યો હતો. સુરતની લા મેરેડીયન ફાઇવ સ્ટાર હોટલમાં બૉમ્બ મુકાયાનો ઇ-મેઈલ આવ્યો હતો. ઈમેઈલ મળતા જ સુરત શહેર પોલીસ દોડતી થઈ ગઇ. સુરત શહેર પોલીસે લા મેરેડીયન હોટલમાં તપાસ શરૂ કરી છે.. ડોગ સ્ક્વોડ અને બૉમ્બ સકબોડને પણ બોલાવામાં આવી છે.
મહત્વનું છે કે રાજકોટમાં ગઇ કાલે ૫ સ્ટાર હોટેલસહિત ૧૦ હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેઈલ મળતા દોડધામ મચી ગઇ હતી.
રાજકોટની ૫ સ્ટાર હોટેલો સહિત ૧૦ હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના સમાચારથી ચકચાર મચી ગઈ હતી. વિગતો મુજબ રાજકોટની ઇમ્પીરિયલ પેલેસ, સયાજી હોટેલ, સિઝન્સ હોટેલ, હોટેલ ગ્રાન્ડ રેજંસી સહિત હોટેલને એક સાથે મેઈલ આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ રાજકોટ શહેર પોલીસ દોડતી થઈ ગઇ હતી અને પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે. આ સાથે કોણે મેઈલ કર્યો છે તે અંગે પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.. જોકે તપાસ દરમ્યાન કોઇ જ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી.