ત્રણ લાખ સમય મર્યાદામા ન ચૂકવે તો વધુ છ માસ ની કેદ
Rajkot,તા.૯
શહેરમાં સંબંધના દાવે ઉછીના લીધેલા રૂપિયા લાખ પરત કરવા માટે આપેલો ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે આરોપીને એક વર્ષની કેદ અને એક માસમાં ચેકની રકમ ફરિયાદીને ચૂકવી દેવા હુકમ કર્યો છે.
આ અંગેની વિગત મુજબ રાજકોટના અનિલ ધીરુભાઈ ભૂત પાસેથી ઘનશ્યામ જયંતીભાઈ કાત્રોડીયાએ મિત્રતાના દાવે બે કટકે કુલ રૂપિયા 3 લાખ ઉછીના લીધા હતા. જે રકમ પાછી આપવા માટે ઘનશ્યામ કાત્રોડીયાએ ચેક આપ્યો હતો, જે ચેક રિટર્ન થતા અનિલ પોતે ઘનશ્યામ કાત્રોડીયા ને લીગલ નોટિસ આપી હતી, તેમ છતાં નાણાં નહીં ચૂકવતા ઘનશ્યામ કાત્રોડીયા સામે અનિલ ભૂતે કોર્ટમાં નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી.આ કેસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં ચાલવા ઉપર આવતા ફરિયાદીના વકીલની રજૂઆતો દલીલો અને ઉચ્ચ અદાલતોના રજૂ કરાયેલા ચુકાદાઓ ધ્યાને લઈને કોર્ટે આરોપી ઘનશ્યામ કાત્રોડીયાને એક વર્ષની કેદ તથા ચેકની રકમ એક માસમાં ફરિયાદીને વળતર તરીકે ચૂકવવા અને ન ચૂકવે તો વધુ છ માસની કેદનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી વતી એડવોકેટ માધવ ઉપાધ્યાય, ઋષિત પટેલ, હાર્દિક ડોડીયા અને મિતુલ ઉપાધ્યાય રોકાયા હતા.