Morbi,તા.10
મોરબી સીટી એ ડીવીઝન અને ટંકારા પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયેલ ઈંગ્લીશ દારૂના ગુનામાં ગોડાઉન ખોટા નામથી ભાડે રાખનાર રાજસ્થાની ઈસમને ઝડપી લઈને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
ગત તા. ૨૩ જાન્યુઆરીના રોજ ટંકારાના લજાઈ જીઆઈડીસીમાં સ્ટેટ મોનીટરીંગ સેલ ટીમે રેડ કરી ઈંગ્લીશ દારૂની ૨૧૪૭ બોટલ સહીત ૧૧.૮૧ લાખનો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો તેમજ તા. ૨૬ જાન્યુઆરીના રોજ સીટી એ ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં શકત શનાળા ગામ નજીક રાજપર ગામ પાસે રેડ કરી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ૧૭,૫૧૪ બોટલ દારૂનો જથ્થો કીમત રૂ ૭૬.૩૯ લાખ સહીત ૧.૧૧ કરોડનો મુદામાલ જપ્ત કર્યો હતો જે બંને ગુનાની તપાસ મોરબી એલસીબી ટીમને સોપવામાં આવી હતી અને ગુનાના તમામ આરોપીને ઝડપી લેવા ટીમ કાર્યરત હતી ત્યારે દારૂનો જથ્થો મોકલનાર, કબજે કરેલ વાહનમાલિકો અને ચાલક તેમજ ગોડાઉન ભાડે રાખનાર કમલેશ હનુમાનરામ રહે રાજસ્થાન વાળાને ઝડપી લેવા તપાસ ચલાવી હતી
બંને ગુનામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો તે તમામ દારૂ ડુપ્લીકેટ હોવાનું અને બિલ્ટી ખોટી હોવાનું તેમજ કબજે કરેલ વાહનો પણ ખોટા ડોક્યુમેન્ટ રજુ કરી ખરીદ કરેલ હોવાનું ખુલ્યું હતું ગોડાઉન ભાડા કરારથી ભાડે રાખનાર કમલેશ હનુમાનરામ રહે અડાસર બિકાનેર રાજસ્થાન નામની કોઈ વ્યક્તિ નહિ હોવાનું તપાસમાં જણાઈ આવ્યું હતું ગોડાઉન ભાડે રાખનાર વ્યક્તિએ ખોટી ઓળખ આપી ખોટા આધારકાર્ડ બનાવી તેમજ ખોટી સહીઓ કરી બંને ગોડાઉન ભાડે રાખ્યા હતા જે ઇસમ કમલેશ હનુમાનરામ નહિ પરંતુ જગદીશ ઉર્ફે જેડી પપ્પુરામ ઠાકરારામ સાહુ રહે રાજસ્થાન વાળાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે