Jaipur,તા.11
દેશમાં મહિલાઓ પર અત્યાચાર ઉપરાંત દુષ્કર્મની વધતી જતી ઘટનાઓ પર આક્રોશ વ્યક્ત કરતા રાજસ્થાનના રાજયોને હરિભાઉ બાગડેમાં દુષ્કર્મ આચરનારની કુતરાની માફક નસબંધી કરી તેને નપુસંક બનાવી દેવાની હિમાયત કરતા વિવાદ સર્જાઈ ગયા છે.
તેઓએ રાજયના ભરતપુર જીલ્લામાં એક કાર્યક્રમમાં બાર એસો.ના સભ્યોને સંબોધન કરતા મહારાષ્ટ્રમાં જે રીતે કુતરાઓની નસબંધી કરી તેની વસતિ વધતી અટકાવાઈ હતી તેનું દ્રષ્ટાંત આપ્યુ હતું.
તેઓએ કહ્યું કે, દુષ્કર્મ કરનારાઓ પર આ જ પ્રકારે કાર્યવાહી થવી જોઈએ જેથી તે બીજા માટે એક બોધપાઠ બની રહેશે. તેઓએ કહ્યું કે જો મહિલાઓ સામે દુષ્કર્મ સહિતના અપરાધો પર નિયંત્રણ લગાવવામાં આવશે નહી તો પછી મહિલાઓ સમાજમાં સલામત રહેશે નહી. તેઓએ કહ્યું કે દુષ્કર્મ કરનારનો અપરાધ સાબીત થાય તો તેને નપુસંક બનાવી દેવા જોઈએ .
તેઓ પછી જીવનભર એવીજ રીતે જીવવા મજબૂર કરવા જોઈએ. બીજા તે જોશે એટલે આ પ્રકારના અપરાધ કરવા હિંમત કરી શકશે નહી. તેઓએ એ લોકોની પણ ટીકા કરી છે. અનેક મહિલાઓ સામેના અપરાધ સમયે તેની મદદે દોડી જવાના બદલે વિડીયો ઉતારીને સંતોષ માને છ. લોકોએ પણ માનસિકતા બદલવી પડશે.
ઉપરાંત મહિલાઓ સામેના અપરાધમાં સજાની કાર્યવાહી પણ ઝડપી બનવી જોઈએ. અપરાધીને સમાજમાં ખુલ્લા છોડવા જોઈએ નહી. નહીતર કાનૂનની પણ ધાક રહેશે નહી. તેઓએ આ માટે ધારાશાસ્ત્રીઓને સંવેદનશીલ બનાવવાની હિમાયત કરી હતી તથા ગરીબ-જરૂરિયાતમંદ લોકોને કાનૂની સહાય સસ્તી-સરળ ઉપલબ્ધ બને તે પણ જોવા અનુરોધ કર્યો હતો.
તેઓએ કહ્યું કે અપરાધ કરનાર એકલો હોય છે પણ જો આપણાના 4-5 લોકો તેને રોકે તો અપરાધ કરતા પુર્વે વિચારજો.