સુરતીઓ માટે આફત બન્યો વરસાદ, બે ખાડી overflowed થતાં રોડ પર પાણી ફરી વળ્યા

Share:

Surat,તા.24

સુરત શહેરમાં ગત રવિવારથી શરૂ થયેલો વરસાદ હવે સુરતીઓ માટે આફત બની રહ્યો છે. આજે સુરત શહેરમાં વરસાદનું જોર થોડું ધીમું થયું છે પરંતુ જિલ્લામાં પડેલા દેમાર વરસાદના કારણે સીમાડા તથા ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે અને અન્ય ખાડીઓ પણ બન્ને કાંઠે વહેતી થઈ છે. જેના કારણે ખાડી કિનારાનાં અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે. આ ઉપરાંત બે ખાડી ઓવરફ્લો થતા અનેક રોડ પર પાણી ફરી વળ્યા છે. જેના કારણે વાહન વ્યવહારમાં ભારે મુશ્કેલી પડી રહી છે.

સુરત જિલ્લામાંથી આવતી અને શહેરમાંથી પસાર થતી ખાડીઓ જિલ્લામાં વરસાદના કારણે છલોછલ વહી રહી છે.  જિલ્લામાં ભારે વરસાદના કારણે આજે સવારે 11 વાગ્યે સીમાડા ખાડી ઓવરફ્લો થઈ રહી છે અને ખાડી ઓવરફ્લો થતાં શહેરના મુખ્ય રસ્તાઓ સાથે આંતરિક રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા છે. રોડ પર પાણીનો ભરાવો હોવાના કારણે વાહન ચાલકોની હાલત કફોડી થઈ રહી છે અને ટ્રાફિક જામ થઈ રહ્યો છે.

આ ઉપરાંત ભેદવાડ ખાડીનું ડેન્જર લેવલ 7.20 મીટર છે પરંતુ હાલમાં ખાડીનું લેવલ 7.20 મીટરને વટાવીને 7.30 મીટરે વહી રહી છે. તેના કારણે ભેદવાડ ખાડીના પાણી અનેક વિસ્તારમાં ખાડીના પાણી ઘુસી ગયા છે. આ ઉપરાંત સણીયા હેમાદ સહિતના અનેક વિસ્તારોમાં હજુ પાણી ઓસર્યા નથી તેના કારણે લોકોની હાલત કફોડી થઈ રહી છે. ખાડી ઓવર ફ્લો થતાં પાલિકા તંત્ર દોડતું થયું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *