Morbi,તા.03
૧૨૦ બોટલ ઈંગ્લીશ દારૂ સહિતના મુદામાલ સાથે બે ઝડપાયા
શહેરના રણછોડનગર વિસ્તારના રહેણાંક મકાનમાં રેડ કરી પોલીસે ઈંગ્લીશ દારૂની ૧૨૦ બોટલ સાથે બે આરોપીને ઝડપી લઈને દારૂ, મોબાઈલ, મોપેડ સહીત ૧.૨૬ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે અન્ય એક આરોપીનું નામ ખુલતા વધુ તપાસ ચલીવ છે
સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રણછોડનગર જલારામ પાર્ક પાછળ મોરબી ૨ માં રહેતા આરોપી મેહબૂબ ઉર્ફે મેબલો સુલેમાન સુમરાના મકાનમાં રેડ કઈ હતી જ્યાં આરોપીના મકાનમાંથી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૧૨૦ કીમત રૂ ૮૧,૨૦૭ નો જથ્થો મળી આવતા પોલીસે દારૂનો જથ્થો તેમજ મોપેડ કીમત રૂ ૩૫,૦૦૦, મોબાઈલ સહીત કુલ રૂ ૧,૨૬,૨૦૭ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે
સ્થળ પરથી આરોપી મેહબૂબ ઉર્ફે મેબલો સુલેમાન સુમરા અને સંજય ચંદુભાઈ પરેસા એમ બે આરોપીને ઝડપી લીધા હતા અન્ય આરોપી સાગર કાંતિલાલ પલાણ રહે જલારામ એપાર્ટમેન્ટ, સેન્ટ મેરી સ્કૂલ પાછળ મોરબી વાળાનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે