New Delhi, તા. 10
મહાકુંભ મેળામાં જગદગુરુ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની અધ્યક્ષતામાં આયોજીત પરમધર્મ સંસદમાં રવિવારે રાહુલ ગાંધી વિરુદ્ધ એક પ્રસ્તાવ પાસ કર્યો છે. જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.
મહાકુંભમાં આયોજીત પરમધર્મ સંસદમાં રાહુલ ગાંધીને હિન્દુ ધર્મમાં બહિષ્કૃત કરવાનો પ્રસ્તાવ પાસ કર્યો છે. આવો જાણીએ આખરે ક્યા કારણે પરમધર્મ સંસદમાં રાહુલ ગાંધીને હિન્દુ ધર્મમાંથી બહિષ્કૃત કરવાનો પ્રસ્તાવ પાસ કર્યો છે.
ધર્મ સંસદે રાહુલ ગાંધી દ્વારા મનુસ્મૃતિ જેના પર કરોડો હિન્દુ ધર્મ માનનારા લોકોની આસ્થા અને તેમનો પૂજનીય ગ્રંથ છે. તેના વિશે કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના કારણે હિન્દુ સમુદાયમાંથી બહિષ્કૃત કરવાનો નિર્ણય લીધો છે.
ધર્મ સંસદે રાહુલ ગાંધી દ્વારા મનુસ્મૃતિ પર કરવામાં આવેલી ટિપ્પણીઓ પર ગંભીર વાંધો ઉઠાવતા માગ કરી છે કે, તે પોતાનું નિવેદન પાછું લે અને એક મહિનાની અંદર પોતાની ટિકાનું ઔચિત્ય બતાવે.
અહીં ઉલ્લેખનિય છે કે, રાહુલ ગાંધીના મનુસ્મૃતિને લઈને નિવેદન ખૂબ વાયરલ થઈ રહ્યું છે, જેની ખૂબ ટીકા થઈ રહી છે, કારણ કે તેનાથી લાખો શ્રદ્ધાળુઓની ભાવનાને ઠેસ પહોંચી છે. તેમણે પોતાના નિવેદનોને સાચા ઠેરવવા અને એક મહિનાનો સમય આપ્યો છે, તેમને હિન્દુ ધર્મમાંથી કેમ ન કાઢી મુકવા જોઈએ.