Rahul Gandhi એ ગુજરાત કોંગ્રેસના નેતાઓનો ક્લાસ લીધો, માંગ્યા હારના કારણો

Share:

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના સિનિયર નેતાઓ, કાર્યકરો સાથે રાહુલ ગાંધીની બેઠક,કોંગ્રેસને સક્રિય કરવા રણનીતિ

આક્રમકતા સાથે લડી શકે એવા નેતાઓને કેન્દ્રીય નેતૃત્વ સપોર્ટ કરે અને લીડરશિપ કોમ્પ્રોમાઇઝ ના હોવી જોઈએ એવી રજૂઆત કરાઈ.

Ahmedabad,તા.૭

વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેમનો આ પ્રવાસ બહુ જ મહત્વપૂર્ણ માનવામા આવી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીને હજી બે વર્ષ બાકી છે. પરંતુ રાહુલ ગાંધીએ અત્યારથી જ ગુજરાતનો મોરચો સંભાળી લીધો છે. જોકે, રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓેને અનેક સવાલો કર્યા હતા.

ગુજરાત કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં ગુજરાત કોંગ્રેસના સંગઠનની સ્થિતિ અને બદલાવ અંગે બેઠકમાં ચર્ચા કરવામા આવી હતી. સાથે જ હાલના સંગઠન માળખામાં બદલાવને લઈ પણ ચર્ચા કરાઈ. એપ્રિલથી યોજાનાર સંવિધાન યાત્રા અંગે બેઠકમાં ચર્ચા કરાઈ. ત્યારે આ બેઠકમાં રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

પોલિટિકલ અફેર કમિટીના તમામ નેતાઓને રાહુલ ગાંધીએ સૌથી પહેલા સાંભળ્યા હતા. જેમાં રાહુલ ગાંધી સામે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આક્રમકતા સાથે પ્રજા વચ્ચે જવાની વાતો કરી હતી. આક્રમકતા સાથે લડી શકે એવા નેતાઓને કેન્દ્રીય નેતૃત્વ સપોર્ટ કરે અને લીડરશિપ કોમ્પ્રોમાઇઝ ના હોવી જોઈએ એવી રજૂઆત કરાઈ. કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીને રજુઆત કરી કે સતત ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે સંપર્કમાં રહે.

રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના નેતાઓને પણ સવાલો કર્યા હતા. રાહુલ ગાંધીએ નેતાઓને પૂછ્યું કે, સવર્ણ વર્ગ કોંગ્રેસથી કેમ વિમુખ થઈ રહ્યો છે. અનેક સમસ્યાઓ હોવા છતાં મોટો વર્ગ ભાજપથી કેમ વિમુખ નથી થતો એ સવાલ પણ તેમણે કર્યો. જ્યારે પણ ત્રીજો પક્ષ કે અન્ય સ્થિતિ બને ત્યારે કોંગ્રેસના મત જ કેમ તૂટે છે? ભાજપના મતમાં કેમ ભંગાણ નથી થતું? ૩૦ વર્ષથી એકહથ્થુ શાસન હોવા છતાં ભાજપના મત ઓછા કેમ નથી થતા અને કોંગ્રેસના મત કેમ નથી વધી રહ્યા? હીરા ઉદ્યોગ, કાપડ અને સિરામિક સહિતના ઉદ્યોગોમાં મંદી જોવા છતાં રોષ કેમ બહાર નથી આવતો?

રાહુલ ગાંધી ગુજરાતના તમામ જિલ્લા, તાલુકા અને શહેરના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરોને રૂબરૂ મળી ઉત્સાહ તેમને ઉત્સાહ વધાર્યો હતો  રાહુલ ગાંધીના આગમન નિમિત્તે તેમના કાર્યકરો અને ધારાસભ્ય પણ તેમના ભવિષ્યના પ્લાન અને નિર્ણયો અંગે તેમના મંતવ્ય વ્યક્ત કર્યા હતાં. જીગ્નેશ મેવાણીએ આપતા જણાવ્યું કે, “તમે, લખીને રાખો અમે ૨૦૨૭ ગુજરાતમાં ભાજપને હરાવીશું, કોંગ્રેસ નવી બની કોંગ્રેસ સત્તા હાંસલ કરશે” તેમણે કહ્યું કે, ’રાહુલ ગાંધી ગુજરાતમાં અધિવેશનની તૈયારી માટે આવ્યા છે. આગળના ગુજરાતના ઇલેક્શનમાં કોંગ્રેસની શું ભૂલ થઈ અને આગળ શું સુધારવું જોઈએ તે અંગેની વિસ્તૃત બેઠક યોજવામાં આવી રહી છે. પાર્લામેન્ટના મંચ પર રાહુલ ગાંધીએ ભાજપને ચેલેન્જ આપ્યું હતું કે ગુજરાતમાં અમે તેમણે હરાવીશું. આથી અમે પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી પણ કહીએ છીએ કે અમે ભાજપને હરાવીશું.’

આ દરમિયાન કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય સંયોજક લાલજી દેસાઇએ પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. તેમણે લીધેલ પ્રાણ કે અમે ભાજપને હરાવીશું તે દિશામાં કોંગ્રેસના દરેક કાર્યકર હવે કામ કરશે. તેમની મુલાકાત દરમિયાન આવનાર સમયમાં ૨૦૨૭ માં ગુજરાતમાં કોંગ્રેસ હશે તેમજ ભાજપના શોષણમાંથી ગુજરાતને મુક્ત કરાવીશું. તે માટે અલગ અલગ મુદ્દે ખાસ રણનીતિ બનાવીશું. ઉપરાંત ભવિષ્યમાં પદયાત્રા કરી સામાન્ય જાણતા વચ્ચે પણ જઈશું.

તેમણે વધુમાં જણાવ્યું કે, ’હાલ ભાજપમાં પણ જૂથવાદ જોવા મળી રહ્યો છે, આ જૂથો ગણવા અઘરા છે. ભાજપમાં તો જિલ્લા પ્રમુખોની યાદી પણ ફૂટી જાય છે. ભાજપમાં અમિત શાહ, આનંદીબેનના જૂથો કામ કરી રહ્યા છે તો હવે સીઆર પાટીલનો નવો જૂથ ઊભો થઈ રહ્યો છે.’

આ પહેલા રાહુલ ગાંધીનો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. એરપોર્ટ થી રાહુલ ગાંધી સીધા પ્રદેશ કોંગ્રેસ કાર્યલાય ખાતે પહોંચ્યા હતા. રાહુલ ગાંધીનું પ્રદેશ કોંગ્રેસ કાર્યલાય ખાતે સેવાદળ દ્વારા સલામી અપાઇ હતી , કોંગ્રેસ કાર્યલાય પર રહેલા રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યાર બાદ બપોર પહેલા ત્રણ બેઠક કરી હતી રાજીવ ગાંધી ભવન ખાતે સવારે રાહુલ ગાંધી પૂર્વ પ્રદેશ પ્રમુખઓ અને પૂર્વ વિપક્ષ નેતાઓ,વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ પોલિટિકલ અફેર્સ કમિટી સાથે બેઠક તેમજ વિવિધ ફ્રન્ટલ અને સેલ-ડિપાર્ટમેન્ટના ચેરમેનઓ સાથે સંવાદ કર્યો હતો.

કોંગ્રેસ સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, બેઠકમાં રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પોલિટિકલ અફેર કમિટીના તમામ નેતાઓને રાહુલ ગાંધીએ સાંભળ્યા હતા. રાહુલ ગાંધી સામે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આક્રમકતા સાથે પ્રજા વચ્ચે જવાની વાતો કરી હતી. આક્રમકતા સાથે લડી શકે એવા નેતાઓને કેન્દ્રીય નેતૃત્વ સપોર્ટ કરશે. લીડરશિપ કોમ્પ્રોમાઇઝ ના હોવી જોઈએ એવી રજૂઆત કરાઈ હતી.

રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના નેતાઓને સવાલ કર્યો હતો કે, સવર્ણ વર્ગ કોંગ્રેસથી કેમ વિમુખ થઈ રહ્યો છે. અનેક સમસ્યાઓ હોવા છતાં મોટો વર્ગ ભાજપથી કેમ વિમુખ નથી થતો એ સવાલ ઉભો કર્યો હતો.  જ્યારે પણ ત્રીજો પક્ષ કે અન્ય સ્થિતિ બને ત્યારે કોંગ્રેસના મત જ કેમ તૂટે છે? ભાજપના મતમાં કેમ ભંગાણ નથી થતું? ત્રીસ વર્ષથી એકહથ્થુ સાશન હોવા છતાં ભાજપના મત ઓછા કેમ નથી થતા અને કોંગ્રેસના મત કેમ નથી વધી રહ્યા?  હીરા ઉદ્યોગ, કાપડ અને સિરામિક સહિતના ઉદ્યોગોમાં મંદી જોવા છતાં રોષ કેમ બહાર નથી આવતો? રાહુલ ગાંધી ૮, માર્ચના રોજ તેમની મુલાકાતના બીજા દિવસે એસ.જી હાઈ-વે પાસે આવેલા રાજપથ ક્લબ પાસેના ઢછ ક્લબ ખાતે રાજ્યભરથી આવેલા કોંગ્રેસી કાર્યકરોને સંબોંધી સ્થાનિક પરિસ્થિતિ અંગે સંવાદ કરશે. આ સંવાદમાં જિલ્લાથી લઈને તાલુકો અને શહેર કોંગ્રેસ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો જોડાશે. આ સંવાદમાં હાલની રાજ્ય સરકારની નિષ્ફળતાઓને પ્રજા સમક્ષ કેવી રીતે લઈ જવી, આગામી લોક ચેતના અને લોક સંપર્ક માટેના કાર્યક્રમોની ચર્ચા સાથે રાજ્યના નાગરિકોની હયાત સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરશે.

આ બાદ રાહુલ ગાંધી આ સંવાદના ભાગરૂપે જિલ્લા હોદ્દેદારોથી લઈ કાર્યકરો, ધારાસભ્યો, સાંસદ સાથે કોંગ્રેસને કેવી રીતે સશક્ત બનાવવી એ અંગે ખુલ્લા દિલે ચર્ચા કરશે. રાહુલ ગાંધી પાયાના કાર્યકરો સાથે વન ટુ વન ચર્ચા પણ કરશે. ૮ માર્ચના રોજ બપોરે ચર્ચા બાદ રાહુલ ગાંધી દિલ્હી જવા રવાના થશે. રાહુલ ગાંધીની અમદાવાદ ખાતેની આ બે દિવસીય મુલાકાત બાદ ૮ અને ૯ એપ્રિલના રોજ અમદાવાદ ખાતે રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશન યોજાવાનું છે, આ અંગે પણ ચર્ચા થશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *