Rahul 3 કલાક નેટ્સ પ્રેકિટસ કરી : રાહુલ ફીટ થતાં ટીમ ઈન્ડિયાની ચિંતાઓ દૂર

Share:

Melbourne,તા.18

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઈન્ડિયા માટે દરરોજ બદલાતી પરિસ્થિતિઓ વચ્ચે રવિવારની સવારે સારાં સમાચાર મળ્યાં હતાં. ક્રિકેટર કેએલ રાહુલ, જે થોડાં દિવસો પહેલાં પ્રેક્ટિસ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, ફરી એકવાર નેટ્સ પર પાછો ફર્યો, તેણે ઑપ્ટસ સ્ટેડિયમમાં 22 નવેમ્બરથી ઑસ્ટ્રેલિયા સામેની શરૂઆતની ટેસ્ટ પહેલાં તેની ફિટનેસ વિશેની ચિંતાઓ દૂર કરી છે.

ઈજાગ્રસ્ત શુભમન ગિલ અને કેપ્ટન રોહિત શર્મા પ્રથમ મેચમાં નહીં રમે તેવી શક્યતા વચ્ચે ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે આ મોટી રાહત હશે. રોહિત હાલમાં જ બીજા બાળકનો પિતા બન્યો છે. 

ત્રણ કલાક પ્રેક્ટિસ કરી
વાકા મેદાન પર ’ઇન્ટ્રા-સ્ક્વોડ’ પ્રેક્ટિસ મેચમાં, બેટિંગ કરતી વખતે રાહુલને, ઝડપી બોલર પ્રસિદ્ધ દ્વારા કોણી પર બોલ વાગતાં તે ઈજાગ્રસ્ત થયો હતો. જો કે, રવિવારે, 32 વર્ષીય ખેલાડીએ કોઈપણ સમસ્યા વિના બેટિંગ કરી અને ત્રણ કલાકનાં નેટ સત્ર દરમિયાન તમામ પ્રકારની પ્રેક્ટિસમાં ભાગ લીધો હતો. તેમણે લાંબા સમય સુધી બેટિંગ પણ કરી હતી. બીસીસીઆઈ દ્વારા એક્સ પર શેર કરવામાં આવેલાં વીડિયોમાં રાહુલે કહ્યું, ’હું રમતનાં પહેલાં દિવસે ઈજાગ્રસ્ત થયો હતો.

આજે મને સારું લાગે છે. હું પ્રથમ મેચ માટે તૈયાર થઈ રહ્યો છું . તે સારું છે કે હું અહીં વહેલો આવી શકું અને પરિસ્થિતિઓને અનુરૂપ બની શકું. ટીમના ફિઝિયોથેરાપિસ્ટ કમલેશ જૈને જણાવ્યું હતું કે રાહુલ સારવાર પછી સ્વસ્થ છે.  જૈને વીડિયોમાં કહ્યું, ’અમારાં માટે સૌથી મહત્વની બાબત એ હતી કે તેને કોઈ ફ્રેક્ચર ન થયું હતું  ઈજાને 48 કલાક થઈ ગયાં છે અને સારવાર બાદ તે ઠીક છે. હવે તે રમવા માટે તૈયાર છે. 

બેક-અપમાં દેવદત્ત
ભારતીય ખેલાડીઓ મંગળવારથી ઓપ્ટસ સ્ટેડિયમમાં મેચ ’ડ્રીલ’ માટે જશે. સોમવાર આરામનો દિવસ છે. આ દરમિયાન, ભારતીય ટીમ મેનેજમેન્ટે દેવદત્ત પડિકકલને ઓસ્ટ્રેલિયામાં ’બેક-અપ’ તરીકે રાખવાનો નિર્ણય કર્યો છે. દેવદત્ત તાજેતરમાં ભારત એ ટીમનો ભાગ હતો જેણે ઓસ્ટ્રેલિયા એ સામે બે ચાર દિવસીય મેચ રમી હતી. ટોપ ઓર્ડર બેટ્સમેન સુદર્શને મૈકાયમાં પ્રથમ મેચમાં સદી ફટકારી હતી. તેમને રોકવા માટે પણ કહેવામાં આવી શકે છે.

શમી ઓસ્ટ્રેલિયા નહીં જાય
મોહમ્મદ શમી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી શકે છે, પરંતુ સિરીઝના બીજા હાફમાં આ શક્ય છે. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, બીસીસીઆઈની મેડિકલ ટીમ અને રાષ્ટ્રીય પસંદગીકારો ઈચ્છે છે કે શમી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કેટલીક વધુ સ્પર્ધાત્મક મેચો રમે જેથી તેની ફિટનેસ પર કોઈ શંકા ન રહે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *