Morbi,
વાંકાનેરનાં ઢુવા નજીકથી પસાર થતી માટેલીયા નદીમાં સ્નાન કરવા માટે ઉતરેલા સાળી અને બનેવીનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું. મૂળ રાજસ્થાનના વતની સાળી-બનેવીના મોત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક માટેલીયા નદીમાં સ્નાન કરવા માટે ઉતરેલા એક સ્ત્રી અને એક પુરુષનું મોત થયું હતું. બનાવને પગલે વાંકાનેર તાલુકા પોલીસ સહિતની ટીમ દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે. જેમાં મૃતકનું નામ મુરારીભાઈ વણઝારા અને માયાબેન વણઝારા હોવાનું હોવાનું જાણવા મળ્યું છે.
બંને મૃતક સાળી-બનેવી થતાં હતાં. જે રફાળેશ્વર મેળામાં રમકડા વેચવા રાજસ્થાનથી આવ્યા હતા અને નદીમાં ન્હાવા જતાં પાણીમાં ડૂબી જતા બંનેના મોત થયા હતા. વાંકાનેર તાલુકા પોલીસ ટીમે મૃતદેહી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.