રીક્ષા છોડાવવા માટે ત્રણ શખ્સો બોગસ રસીદ સાથે સુરત ટ્રાફિક સરથાણા સ્થિત ગોડાઉન પર આવ્યા હતા
Surat તા.૨૨
આરટીઓના દંડની બનાવટી રસીદના આધારે ટ્રાફિક પોલીસ દ્વારા ડીટેઇન કરવામાં આવેલા વાહનો છોડાવવાનું મસમોટું રેકેટ ઝડપાયું છે. ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલી ઓટો રીક્ષા છોડાવવા માટે ત્રણ શખ્સો દ્વારા સુરત ટ્રાફિક રીજીયન – ૧ ના સરથાણા સ્થિત ગોડાઉન પર આવ્યા હતા. જ્યાં આરટીઓ દંડની બોગસ રસીદ બતાવતા ભાંડો ફૂટ્યો હતો. જ્યાં ક્રોસ ઇન્ક્વાયરી કરતા જ ત્રણેય શખ્સો ભાગી છૂટતા સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ રીતે હમણાં સુધી છેલ્લા એક વર્ષમાં આરટીઓની બોગસ રસીદ બતાવી ૨૯ જેટલા વાહનો છોડાવી ગયા હોવાનું તપાસમાં સામે આવતા અલગ અલગ વાહન ચાલકો વિરુદ્ધ રજીસ્ટ્રેશન નંબરના આધારે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સુરતના આરટીઓના દંડની બોગસ રસીદો બતાવી વાહન છોડાવવાનું મોટું રેકેટ ઝડપાયું છે. આ ત્યારે બહાર આવ્યું જ્યારે ત્રણ શખ્સો સુરતના સરથાણા ખાતે આવેલા ટ્રાફિક પોલીસના ગોડાઉન પર વાહન છોડાવવા માટે આવ્યા હતા. ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલી ઓટો રીક્ષા છોડાવવા માટે ત્રણ શખ્સો આવ્યા હતા. જે ઓટો રીક્ષા છોડાવવા આવ્યા હતા, તે ઓટો રીક્ષાના માલિકને ટ્રાફિક પોલીસ દ્વારા આરટીઓ મેમો આપવામાં આવ્યો હતો. જે ઓટો રીક્ષા છોડાવવા મૂળ માલિક નહીં પરંતુ તેના તરફથી અન્ય ત્રણ ઇસમો વિશાલ, ક્રિષ્ના અને સંદીપ નામના ઇસમો આવ્યા હતા.
શખ્સોને આપવામાં આવેલ આરટીઓ દંડની રસીદ પર લાગેલા ઊઇ કોડ સ્કેન કરતા ભાંડો ફૂટ્યો હતો. ઊઇ કોડ સ્કેન ન થતાં વાહન ડેપો પર ફરજ પર હાજર પોલીસ કર્મચારીને શંકા ગઈ હતી. જેથી મૂળ માલિકને બોલાવવા કહ્યું હતું. પરંતુ ત્રણેય શખ્સો ભાગી છૂટ્યા હતા. જ્યાં પોલીસ કર્મચારીએ ક્રોસ ઇન્કવાયરી કરતા આરટીઓના દંડની રસીદ બોગસ હોવાનું સામે આવ્યું હતું. જેથી ઉચ્ચ અધિકારીઓને આ બાબતની જાણકારી આપતા છેલ્લા એક વર્ષમાં આ પ્રમાણે ૨૯ જેટલા વાહનો છોડાવવામાં આવ્યા હતા. જે વાહનો જી.આર.ટી.ઓ. દંડની રસીદ બોગસ હોવાનું સામે આવ્યું હતું. જ્યાં તાત્કાલિક ધોરણે તમામ રિજિયન પણ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જ્યાં આરટીઓના દંડની બોગસ રસીદ લઈ ઓટો રીક્ષા છોડાવવા આવેલા ક્રિષ્ના, સંદીપ અને વિશાલ સામે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મામલે હાલ સરથાણા પોલીસે હાથ ધરી છે.