Race Four માં સૈફ અલી ખાનનો મુકાબલો સિદ્ધાર્થ મલ્હોત્રા સામે

Share:

Mumbai,તા.29

‘રેસ’ ફ્રેન્ચાઈઝી માટે કાસ્ટિંગનું એક પછી એક અપડેટ આવી રહ્યું છે. અગાઉ સમાચાર હતા કે આ ફ્રેન્ચાઈઝીના ચોથા ભાગમાં સૈફ અલી ખાનનું પુૂનરાગમન થયું છે. હવે એવું અપડેટ છે કે સૈફ સામે મુકાબલા માટે સિદ્ધાર્થ મલ્હોત્રા પર પસંદગી ઉતારવામાં આવી છે.

સૈફ ‘રેસ’ના પહેલા બંને ભાગમાં હતો. જોકે, ત્રીજા ભાગમાં તેને સ્થાને સલમાન ખાનને લેવામાં આવ્યો હતો. પરંતુ, ત્રીજો ભાગ નિષ્ફળ જતાં નિર્માતાઓએ ચોથા ભાગ માટે ફરી સૈફને રી એન્ટ્રી આપી છે.

આ ફ્રેન્ચાઈઝીમાં શરુઆતથી બે હિરો વચ્ચે મુકાબલો રહ્યો છે. આ વખતે સૈફની ટક્કર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે થશે. જોકે, ‘રેસ’ ફ્રેન્ચાઈઝીના ચાહકો આ કાસ્ટિંગથી  ખુશ નથી. તેઓ એવી કોમેન્ટસ કરી રહ્યા છે  કે સિદ્ધાર્થ સૈફ કરતાં ઘણો જુનિયર છે અને તે બે વચ્ચે કોઈ  ટક્કર હોઈ શકે નહીં.

હવે ફિલ્મમાં હિરોઈનની પસંદગી વિશે પણ અટકળો શરુ થઈ છે. સિદ્ધાર્થ મલ્હોત્રાનું  કાસ્ટિગં થયું હોવાથી તેની સાથે જોડી માટે કોઈ નવી પેઢીની હિરોઈનની પસંદગી થઈ શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *