New Delhi,તા.03
ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર ચેતેશ્વર પુજારા માને છે કે ઝડપી બોલર જસપ્રિત બુમરાહમાં સારાં કેપ્ટન બનવાનાં તમામ ગુણો છે. રોહિત શર્માના પદ છોડ્યાં બાદ ભારતે બુમરાહને સુકાની પદ માટે લાંબા ગાળાનાં વિકલ્પ તરીકે જોવો જોઈએ. બુમરાહે રોહિતની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં પોતાનાં નેતૃત્વ કૌશલ્યનું સારું ઉદાહરણ રજૂ કર્યું હતું અને ભારતને મોટી જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
પૂજારાએ કહ્યું કે, ’જ્યારે ભારત ઘરની ધરતી પર કારમી શ્રેણીની હારનો સામનો કર્યા પછી ઓસ્ટ્રેલિયામાં તેની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહ્યું હતું, ત્યારે તેણે આ મુશ્કેલ સંજોગોમાં તેની નેતૃત્વ કુશળતાનું ઉજ્જવળ ઉદાહરણ રજૂ કર્યું હતું.
પુજારાએ કહ્યું કે હું માનું છું કે તેની પાસે ટીમનું નેતૃત્વ કરવાની ક્ષમતા છે. વધુમાં પુજારાએ કહ્યું કે તે ક્યારેય ફક્ત પોતાનાં વિશે વાત કરતો જ નથી, તે ટીમ અને અન્ય ખેલાડીઓ વિશે જ વાત કરે છે.
પુજારાએ આગળ કહ્યું કે, ’ઘણી વખત એવું થાય છે જ્યારે ખેલાડીઓને સલાહની જરૂર નથી હોતી અને બુમરાહ તેને સમજે છે બુમરાહનું માનવું છે કે અનુભવી ખેલાડી હોય તો તે શાંત રહેશે આ એક સારાં કેપ્ટનની નિશાની છે. પુજારાએ બુમરાહ વિશે આગળ કહ્યું કે ’તે ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓ સાથે ખૂબ જ મૈત્રીપૂર્ણ છે અને મદદ કરવા માટે ઉત્સુક છે અને તે ક્રિકેટની બહાર પણ નમ્ર છે.
ગુલાબી બોલના પડકારો
પૂજારાએ કહ્યું કે ’ લાલ બોલ વધારે ચમકતો નથી પણ ગુલાબી બોલ લાલ બોલ કરતાં થોડો વધારે ચમકે છે. આનું કારણ એ છે કે તેનાં પર વધુ રંગનાં કોટ્સ કરેલાં હોય છે. તેમાં પેઇન્ટના વધુ સ્તરો છે, જે ઝડપથી જતાં નથી.
પુજારાએ કહ્યું કે જ્યારે લાલ એક સામાન્ય ચામડાનો બોલ છે જે ઝડપથી જૂનો થઈ જાય છે. ગુલાબી બોલ પર પેઇન્ટના વધુ સ્તરો હોવાને કારણે, જ્યારે તે પીચ, સીમ સાથે અથડાઈ છે ત્યારે તે થોડો વધુ સ્કીડ કરે છે જે બેટ્સમેનો માટે મુશ્કેલીઓ ઊભી કરે છે.