Mumbai, તા,22
વર્ષ 1975માં બનાવાયેલી દેશની સૌથી મોટી બ્લૉકબસ્ટર ફિલ્મ ‘જય સંતોષી માં’ના નિર્માતા સતરામ રોહરાનું નિધન થયું છે. 85 વર્ષીય રોહરાએ વિશ્વને અલવિદા કહી દીધું છે, જોકે તેમની આ ફિલ્મ હંમેશા તેમની યાદ અપાવશે. આ ફિલ્મે એવા રેકોર્ડો તોડ્યા છે, જેને આજસુધી કોઈપણ ફિલ્મ તોડી શકી નથી.
‘જય સંતોષી માં’ ફિલ્મે ‘શોલે’ને આપી હતી જોરદાર ટક્કર
સતરામ રોહરાની સૌથી મોટી ફિલ્મ ‘જય સંતોષી માં’ હતી, જેણે બૉક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. એટલું જ નહીં. તેમની ફિલ્મ રિલિઝ થઈ ત્યારે ભારતીય સિનેમા જગતની સૌથી મોટી ફિલ્મ ‘શોલે’ પણ ક્લેશ થઈ હતી, જોકે મુશ્કેલ સ્પર્ધા વચ્ચે પણ ‘જય સંતોષી માં’એ જોરદાર કમાણી કરી હતી.
રોહરાની ફિલ્મ બચ્ચનની ફિલ્મને આપી ટક્કર
હિન્દી સિનેમા જગતમાં 1975નું વર્ષ અમિતાભ બચ્ચનના વર્ષ તરીકે યાદ કરવામાં આવે છે, કારણ કે આ વર્ષે તેમની બે ફિલ્મો ‘શોલે’ (Sholay) અને ‘દીવાર’ (Deewaar) સૌથી વધુ કમાણી કરનારી ટોપ 5 ફિલ્મોમાં સામેલ હતી. જોકે આ જ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘જય સંતોષી માં’ (Film Jai Santoshi Maa)એ ફિલ્મી પંડિતોના તમામ સમીકરણો બદલી નાખ્યા હતા અને ફિલ્મ સૌથી વધુ કમાણી કરવા મામલે ‘શોલે’ પછી બીજા ક્રમે હતી.