Wayanad,તા.21
વાયનાડ લોકસભા સીટથી કોંગ્રેસનાં સાંસદ પ્રિયંકા ગાંધીની લોકસભા સભ્યપદ પર ખતરાના વાદળો ઘેરાઈ રહ્યાં છે. વાસ્તવમાં, બીજેપી નેતા નવ્યા હરિદાસે વાયનાડ લોકસભા સીટ પર તેમની જીતને પડકારીને કેરળ હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે.
નવ્યા હરિદાસે વાયનાડથી ભાજપની ટિકિટ પર પ્રિયંકા ગાંધી સામે ચૂંટણી લડી હતી, પરંતુ તેની પ્રિયંકા ગાંધી સામે 512399 મતોથી હારી થઈ હતી. કેરળ હાઈકોર્ટ સમક્ષની તેમની અરજીમાં, હરિદાસે દલીલ કરી છે કે તેમનું ઉમેદવારી પત્ર દાખલ કરતી વખતે, ગાંધીએ તેમની અને તેમનાં પરિવારની માલિકીની વિવિધ મિલકતો વિશે માહિતી છુપાવી હતી.
હરિદાસના મતે પ્રિયંકા ગાંધીએ મતદારોને ગેરમાર્ગે દોર્યા, ખોટી માહિતી આપી અને તેમની પસંદગીને પ્રભાવિત કરવાનાં ઈરાદાથી મતદારોને અંધારામાં રાખ્યાં હતાં. અરજીમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેણે અનેક પ્રસંગોએ મતદારો પર અયોગ્ય પ્રભાવનો ઉપયોગ કર્યો હતો અને કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું.