Priyanka Chopra આગામી ફિલ્મ ‘પાણી’, ઓક્ટોબરમાં રિલીઝ થશે

Share:

પોતાના પ્રોડક્શન હાઉસમાં ભારતની સ્થાનિક કથાઓ અને સ્થાનિક ટેલેન્ટને તક આપવાના નિર્ધારનો પ્રિયંકાએ પુનરોચ્ચાર કર્યો હતો

Mumbai, તા.૨૨

પ્રિયંકા ચોપરાએ એક્ટિંગની સાથે પ્રોડક્શનમાં પણ ઝંપલાવેલું છે. પ્રિયંકાના પરપલ પેબલ પિક્ચર્સ અને રાજશ્રી એન્ટરટેઈનમેન્ટે મરાઠી ફિલ્મ ‘પાણી’ બનાવી છે. ૧૮ ઓક્ટોબરે આ ફિલ્મ રિલીઝ કરવાની જાહેરાત સાથે પ્રિયંકાએ તેનું ટીઝર શેર કર્યુ હતું.પ્રિયંકાએ પોતાની પોસ્ટમાં આ ફિલ્મને ખૂબ સ્પેશિયલ ગણાવી હતી. વર્તમાન સમની મહત્ત્વની સમસ્યાને દૂર કરવા માટે હાથ ધરાયેલા પ્રોજેક્ટનેતેમાં દર્શાવાયો છે. પોતાની આસપાસના લોકોના જીવન બદલવા માટે મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ પર લેનારા એક માણસની તેમાં કથા છે. પોતાના પ્રોડક્શન હાઉસમાં ભારતની સ્થાનિક કથાઓ અને સ્થાનિક ટેલેન્ટને તક આપવાના નિર્ધારનો પ્રિયંકાએ પુનરોચ્ચાર કર્યો હતો.  રાજશ્રી એન્ટરટેઈનમેન્ટ દ્વારા પહેલી વખત મરાઠી ફિલ્મનું પ્રોડક્શન કરાયું છે. પ્રિયંકા ચોપરા જોનાસના પરપલ પેબલ પિક્ચર્સે આ સાથે રિજનલ સિનેમામાં પોતાની હાજરી વધારી છે. પ્રિયંકાએ અગાઉ વેન્ટિલેટર (૨૦૧૬), સરવન (૨૦૧૭), ધ સ્કાય ઈઝપિન્ક (૨૦૧૯) અને ધ વ્હાઈટ ટાઈગર (૨૦૨૧) પ્રોડ્યુસ કરી હતી. પ્રિયંકાની આ મરાઠી ફિલ્મની કાસ્ટમાં આદિનાથ કોઠારે, રુચા વૈદ્ય, સુબોધ ભાવે, રજિત કપુર, કિશોર કદમ, નીતિન દિક્ષિત, સચિન ગોસ્વામી, મોહનાબાઈ, શ્રીપાદ જોષી અને વિકાસ પાંડુરંગ પાટિલ મહત્ત્વના રોલમાં છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *