Priyanka Chopra એ પોતાનું પ્રોડક્શન હાઉસ ભારતથી અમેરિકા ખસેડ્યું

Share:

પર્પલ પેબલ પિક્ચર્સે ૨૦૧૬માં સંતોષ મિશ્રાની ભોજપુરી ફિલ્મ ‘બમ બમ બોલ રહા હૈ કાશી’થી શરૂઆત કરી હતી

Mumbai,તા.09

એક તરફ પ્રિયંકા બોલિવૂડમાં સક્રિયપણે પાછી ફરે તેની ફૅન્સ રાહ જોઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ ખુલાસો કર્યો છે કે તેમની પુત્રીના પ્રોડક્શન હાઉસ ‘પર્પલ પેબલ પિક્ચર્સે’ તેની કામગીરી યુનાઇટેડ સ્ટેટ્‌સમાં ખસેડી છે.મધુ ચોપરાએ પ્રોડક્શન હાઉસ અંગે વાત કરતાં કહ્યું, “પ્રિયંકાની કંપનીએ અગાઉ ‘વેન્ટિલેટર’ અને ‘પાની’ જેવી નેશનલ એવોર્ડ જીતેલી ફિલ્મો સહિત દેશમાં ઘણી રિજનલ ફિલ્મોને મદદ કરી છે. પર્પલ પેબલ્સ અમેરિકામાં ખસેડવામાં આવી છે તો હવે અમે ભારતમાં કોઈ ફિલ્મ નહીં બનાવીએ. પણ જો ભવિષ્યમાં પ્રિયંકા ફિલ્મ બનાવવા ભારત આવશે, તો પછી જોઈએ. જો કે હમણાં પ્રિયંકાનો આવો કોઈ પ્લાન નથી.”પર્પલ પેબલ પિક્ચર્સે ૨૦૧૬માં સંતોષ મિશ્રાની ભોજપુરી ફિલ્મ ‘બમ બમ બોલ રહા હૈ કાશી’થી શરૂઆત કરી હતી. તે પછી ૨૦૧૬માં રાજેશ માપુસ્કરની‘વેન્ટિલેટર’ આવી, જેમાં દિગ્દર્શક આશુતોષ ગોવારિકર મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મે ડિરેક્શન, એડિટિંગ અને સાઉન્ડ મિક્સિંગ માટેના ત્રણ નેશનલ એવોર્ડ પણ જીત્યા હતા. ૨૦૧૮માં પાખી ટાયરવાલાએ ડિરેક્ટર તરીકે પહેલી નેપાળી ફિલ્મ ‘પહુનાઃ ધ લિટલ વિઝિટર્સ’ બનાવી હતી જેની પ્રોડ્યુસર પ્રિયંકા હતી. પ્રિયંકાએ ૨૦૧૯માં કરેલી મરાઠી પ્રોડકશનની ‘પાની’ ફિલ્મે પર્યાવરણ સંરક્ષણ પર શ્રેષ્ઠ ફિલ્મ માટે નેશનલ ફિલ્મ એવોર્ડ જીત્યો હતો. આ સિવાય પ્રિયંકાએ પંજાબી, આસામી અને અંગ્રેજીમાં પણ ફિલ્મો પ્રોડ્યુસ કરી છે.૨૦૧૯માં શોનાલી બોઝની ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંક’ તેમજ રામીન બહરાનીની ૨૦૨૦માં રિલીઝ થયેલી ‘ધ વ્હાઈટ ટાઈગર’માં પ્રિયંકાની એક્ટીંગ ઉપરાંત કો-પ્રોડ્યુસર તરીકેની ભૂમિકા પણ રહી હતી.તાજેતરમાં પ્રિયંકાએ લંડનમાં રુસો બ્રધરર્સની ‘સિટાડેલ’ની બીજી સિઝનનું શૂટિંગ પૂરું કર્યું છે. આ સિવાય પ્રિયંકા જ્હોન સીના અને ઈદ્રિસ એલ્બા સાથે ‘હેડ્‌સ ઓફ સ્ટેટ’માં જોવા મળશે. આવનારા દિવસોમાં પ્રિયંકા ળેન્ક ઈ ફ્લાવર્સ દિગ્દર્શિત ફિલ્મ ‘ધ બ્લફ’માં કાર્લ અર્બન સાથે અભિનય કરતી જોવા મળશે. ‘ધ બ્લફ’ ૧૯મી સદીના કેરેબિયનની વાત કરે છે, જેમાં એક ભૂતપૂર્વ મહિલા લૂંટારુને તેના ભૂતકાળનાં પાપ ઘેરી વળે છે ત્યારે તેને એના પરિવારની રક્ષા કરવા માટે તે શું કરે છે, તેની વાર્તા છે. આ ફિલ્મમાં પ્રિયંકા ભૂતપૂર્વ મહિલા લૂંટારુ તરીકે જોવા મળશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *