Prime Minister Narendra Modi ને વિશ્વ શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી

Share:

Washington,તા.૨૩

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વ શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ એવોર્ડ તેમને અમેરિકામાં આપવામાં આવશે. ઇન્ડિયન અમેરિકન માઇનોરિટીઝ એસોસિએશને મેરીલેન્ડના સ્લિગો સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ચર્ચ દ્વારા આ જાહેરાત કરી છે. તે એક એનજીઓ છે. આ પગલું ભરવાનો હેતુ અમેરિકામાં ભારતીય લઘુમતી સમુદાયના લોકોને તેમના કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે એક થવાનો છે. આ એવોર્ડ પીએમ મોદીને વિશ્વ શાંતિ અને સમાજને એક કરવા માટેના પ્રયાસો માટે આપવામાં આવશે.

આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીને લઘુમતીઓના ઉત્થાન માટે વોશિંગ્ટનમાં માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ગ્લોબલ પીસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ એવોર્ડ વોશિંગ્ટન એડવેન્ટિસ્ટ યુનિવર્સિટી અને છૈંછસ્ દ્વારા સંયુક્ત રીતે આપવામાં આવશે. જેનો ઉદ્દેશ્ય લઘુમતીઓના કલ્યાણની સાથે તેમના સમાવેશી વિકાસનો છે. જાણીતા પરોપકારી જસદીપ સિંહને છૈંસ્ના સ્થાપક અને અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. લઘુમતી સમુદાયને પ્રોત્સાહિત કરવા માટે તેમાં ૭ સભ્યોનું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પણ છે. તેમાં બલજિન્દર સિંઘ, ડૉ. સુખપાલ ધનોઆ (શીખ), પવન બેઝવાડા અને એલિશા પુલિવર્તી (ખ્રિસ્તી), દીપક ઠક્કર (હિંદુ), જુનેદ કાઝી (મુસ્લિમ) અને ભારતીય વણકર નિસિમ રિવબેન શાલનો સમાવેશ થાય છે.

આ સંગઠન પીએમ મોદીના નેતૃત્વમાં ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત બનાવવાના સંકલ્પોથી પ્રભાવિત છે. જસદીપ સિંહે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારત તમામ પ્રકારનો સમાવેશી વિકાસ કરી રહ્યું છે. જેમાં તમામ ધર્મના લોકોને સમાન તક મળી રહી છે. દરમિયાન, ભારતીય લઘુમતી મહાસંઘના સંયોજક અને સંસદ સભ્ય સતનામ સિંહ સંધુએ પીએમ મોદીની પારદર્શિતાની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસની ભાવનાએ સમુદાયોમાં એકતા વધારવાનું કામ કર્યું છે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *