President Draupadi Murmu નું સંયુક્ત બેઠકને સંબોધન : આર્થિક સર્વે રજુ

Share:

New Delhi,તા,31

પાટનગર દિલ્હીમાં ચુંટણીના વાતાવરણની ગરમી વચ્ચે આજથી શરૂ થયેલા સંસદના બજેટ સત્રમાં પણ નવી રાજકીય ગરમી જોવા મળશે. 2024ની લોકસભા ચૂંટણી બાદનું મોદી 3.0 સરકારનું પુર્ણ અને મહાત્વાકાંક્ષી બજેટ આવતીકાલે રજુ થનાર છે તે પુર્વે આજે સંસદના બન્ને ગૃહોની સંયુક્ત બેઠકનો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી શરૂ થયો હતો પણ બહુ જલ્દી સંસદ પર કુંભમેળાની દુર્ઘટના સહિતના મુદા હાવી થઈ ગયા હતા.

આજે નાણામંત્રી નિર્મલા સીતારામને દેશના અર્થતંત્રની બ્લુપ્રિન્ટ જેવો આર્થિક સર્વે રજુ કરીને વૈશ્વિક તથા ઘરેલુ સ્થિતિમાં પણ વિશ્વના સૌથી ઝડપી વિકસતા અર્થતંત્રનું સ્થાન જાળવી રાખવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

સંસદના આ બજેટ સત્રમાં બજેટ બાદ વકફ બોર્ડ સુધારા સહિતના 17 વિધેયકો રજુ થનારા છે અને તેમાં વકફ બોર્ડ સુધારા વિધેયક હંગામેદાર બની રહેશે તો વિપક્ષો કુંભ-ભાગદોડ સહિતના મુદે સરકારને ઘેરવાની કોશીશ કરશે. સરકાર આ સત્રમાં બેન્કીંગ કાનૂન સુધારા વિધેયક સહિતના 16 ખરડાઓ તૈયાર રાખ્યા છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ભાષણ પર આભાર પ્રસ્તાવની ચર્ચાથી જ સંસદના બન્ને ગૃહોમાં દાવેદાર ધમાલ શરૂ થવાના સંકેત છે. ખાસ કરીને દિલ્હી ચૂંટણીના પરિણામોની અસર પણ સંસદ પર પડશે તો અનેક મુદાઓ પર વિપક્ષની એકતાની કસોટી પણ થશે.

સરકાર માટે બજેટ એક કસોટી બની જશે. ખાસ કરીને અમેરિકામાં ટ્રમ્પ શાસનના આગમન બાદ જે રીતે ટેરીફ મુદે તેઓ આક્રમક છે. તેમાં ભારતની આયાત-નિકાસ નીતિ પર અસર કરશે. વિપક્ષો રૂપિયાના ગગડતા મુલ્ય અને મોંઘવારી સહિતના મુદાઓ પર પણ સરકારને ભીસમાં લેશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *