Vadodaraમાં Board Exam સમયે વીજળી ગુલ થઈ

Share:

ખોદકામના કારણે કેબલ કપાતા બોર્ડની પરીક્ષા સમયે વીજળી ગુલ થઈ

Vadodara,તા.27

Gujarat માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ Boardની ધો.10 અને ધો.12ની Examનો આજથી પ્રારંભ થયો છે અને પહેલા જ દિવસે વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી સ્કૂલમાં અડધો કલાક સુધી વીજળી ગુલ થયા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થયા હતા. મળતી વિગતો પ્રમાણે આજે સવારની પાળીમાં ધો.10ના વિદ્યાર્થીઓ ગોરવા વિસ્તારની સત્ય નારાયણ સ્કૂલમાં Board Exam આપી રહ્યા હતા ત્યારે ચાલુ Board Examએ જ અચાનક વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. તપાસ કરતા ખબર પડી હતી કે, લક્ષ્મીપુરા વિસ્તારમાં ખોડિયાર માતાના મંદિર પાસે કરવામાં આવેલા ખોદકામ દરમિયાન મધ્ય ગુજરાત વીજ કંપનીનો કેબલ કપાઈ ગયો હતો. જેના કારણે વીજ પૂરવઠો ખરોવાઈ ગયો.

જોકે ખોદકામ કોણે કર્યું હતું તેની જાણકારી મળી નહોતી. વીજ કંપનીના સૂત્રોના કહેવા પ્રમાણે કોઈ અજાણ્યા વ્યક્તિએ આ ખાડો ખોદયો હતો. દરમિયાન વીજ પુરવઠો ચાલુ કરવા માટે મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓની ટીમને જહેમત ઉઠાવવી પડી હતી. કપાયેલા કેબલનું તાત્કાલિક સમારકામ હાથ ધરાયું હતું. આમ છતાં વિદ્યાર્થીઓને અડધો કલાક સુધી હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *