એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે બટાકા ખાવાથી ડાયાબિટીસ જેવી બીમારીઓ થવાની શક્યતાઓ વધી જાય છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર જે લોકો વધુ માત્રામાં બટાકા ખાય છે તેઓમાં ડાયાબિટીસ થવાની શક્યતાઓ ૩૦ ટકા વધી જાય છે. સૌથી વધુ નુક્સાન ફ્રાય કરેલા બટાકાથી થાય છે, જયારે બેક્ડ કે બોઇલ કરેલા બટાકા વધુ નુકસાન નથી કરતા જેટલા તળેલા કે ફ્રાય કરેલા બટાકા કરે છે. ટાઇપ-૨ ડાયાબિટીસ થવાની શક્યતાઓ વધી જાય છે.
આ સંશોધનને ઓસાકા સેન્ટર ફોર કેન્સર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. સંશોધન સાથે સંકળાયેલા ડો. ઇસાઓએ જણાવ્યું હતું કે બટાકામાં સ્વાસ્થ્યને સારું રાખે તેવા ગુણ બહુ જ ઓછા હોય છે. જોકે અગાઉના એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો હતો કે બટાકા ખાવાથી પેટ સંબંધી કોઇ કેન્સર થવાની શક્યતાઓ દ્યટી જાય છે, જોકે ઓબેસિટીનું પ્રમાણ બટાકાથી પણ વધી શકે છે.
આ સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે જે આહારમાં કાર્બોહાઇડ્રેટ ન હોય અથવા તો ઓછું હોય છે તેવા ખોરાકથી ટાઇપ-૨ નામની ડાયાબિટીસ થવાની શક્યતાઓ વધી જાય છે.